ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષઅમીતભાઈ શાહ દ્વારા યુવા ટાઉન હોલ કાર્યક્રમના માધ્યમથી અડીખમ ગુજરાતના દોઢ લાખથી વધુ યુવાનો સાથે લાઈવ વિડીયો કોન્ફેરન્સનો સીધો સંવાદ કરાયો અને દેશમાં સરકાર દ્વારા થઈ રહેલા અનેક પ્રગતિશીલ તેમજ આગામી સમયના લક્ષ્યાંકો સિધ્ધ કરવાની વાતો કરી આ કાર્યક્રમ અંતરર્ગત જાફરાબાદ ગાંધી ભવન ખાતે જાફરાબાદ તાલુકા બીજીપી અને યુવા બીજીપી ટીમ દ્વારા લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો હતો. જેમાં મહામંત્રી ચેતનભાઈ શિયાળ, ભાવેશભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, ગૌત્તમભાઈ મોડાસીયા તથા ઉપપ્રમુખ વિરમબાપુ તથા દિનેષ દાદા હાજર રહીને પ્રોગ્રામને નિહાળ્યો હતો.



















