મતદાન જાગૃતી માટેના અનોખા પ્રયાસ બદલ એવોર્ડ

608

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી /અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, રેડિયોસીટી ૯૧.૧ અને ગુજરાત યુનિવર્સિટીના સહિયારા પ્રયાસ દ્વારા ૧૮-૧૯ વર્ષના ૭૫૦૦ યુવા મતદારોના નામ વોટરલિસ્ટ માં ઉમેરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે બાદ આ પ્રયાસને લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ના દિવ્ય ત્રિવેદીના હસ્તે વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર  હિમાંશુ પંડ્‌યા રેડિઓસિટીના આરજે હર્ષિલ ને વિશ્વવિક્રમ એનાયત કરવામાં આવ્યો હતો . આ પ્રસંગે સંસ્થાના અશ્વિનભાઈ ત્રિવેદી, સંતોષ શુક્લાજી અને દિવાકર શુક્લજીએ અહમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેયજી સહીત તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

Previous articleમહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ
Next articleચાઈનીઝ ઈથિલિનની પડીકીઓથી કેરી પકવતા વેપારીઓ