રાજુલા તાલુકાના કાતર ગામે સિંહો સહિત વન્ય પ્રાણીઓનું ઘર રર વિઘા ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગથી બળીને ખાખ થઈ ગયું છે. ફાયરબ્રિગેડ, મામલતદારનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
રાજુલા તાલુકાના કાતર ગામે ગઈકાલે બપોરે અગમ્ય કારણોસર વિકરાળ આગ ફાટી નિકળતા સિંહો સહિત વન્યપ્રાણીઓ રોજડા સહિત નાસી ગયા હતા. કિંમતી વૃક્ષો સહિત બળીને ખાખ થઈ ગયેલ. સમય સુચકતા વાપરી સરપંચ અંબરીશભાઈ વરૂ તાત્કાલિક દોડી આવી મામલતદાર કોરડીયાને જાણ કરતા મામલતદાર કચેરીનો અને ફાયરબ્રિગેડ કાફલો ઘટનાસ્થળે પહોંચી મહામહેનતે ફાયર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી તેમજ સામાજીક કાર્યકર સંજયભાઈ સાંખટે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર સહિત રેસ્ક્યુ ટીમ સાથે દોડી આવી આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવેલ પણ ભીષણ આગની લપેટમાં આખો ડુંગર આવી જતા આગને કાબુમાં લેતા રર વિઘા જમીનમાં કિંમતી ઝાડ સહિત બળીને ખાખ થઈ જવા પામેલ. આ અંગે સરપંચ અંબરીશભાઈએ જણાવેલ કે, અહીં આવેલ ડુંગર વિસ્તારમાં ૧પથી વધુ સિંહો વસવાટ કરે છે તેમજ દીપડા, નિલગાય સહિતના વન્યપ્રાણીઓ અનેક છે. જેમાં ૭ દીપડાઓ ૧પ૦થી વધુ નિલગાયો અને આ તમામ સિંહો સહિતનું ઘર હતું અને હવે આગ કાબુમાં આવી ગઈ છે. વન વિભાગની સાથે રાખી તપાસ કરતા તમામ સિંહો સલામત છે પણ હવે તે સિંહો સહિતને ફરી વસવાટ કરવો મુશ્કેલ બનેલ છે. તંત્રના અધિકારીઓ આગ કાબુમાં આવી ત્યાં સુધી ખડેપગે કામગીરી બજાવી હતી અને આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું. તંત્ર દ્વારા જીણવટભરી તપાસ આરંભાઈ છે.



















