વાયુ વાવાઝોડાના પગલે વડાપ્રધાને ટિ્‌વટ કર્યું

383

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડા પર ઝીણવટભરી નજર રાખી રહી છે. હું રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છું. એનડીઆરએફ તથા અન્ય એજન્સીઓ ખડેપગે જરૂરી મદદ પૂરી પાડી રહી છે. પીએમ મોદીએ બીજા ટિ્‌વટમાં કહ્યું કે, વાયુ વાવાઝોડાના અસરગ્રસ્તોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. સરકાર તથા સ્થાનિક એજન્સીઓ પળેપળના અહેવાલ આપી રહી છે.

Previous articleપાણીની બોટલ સાથે એક લાખ સુકા ફુડ પેકેટ સૌરાષ્ટ્ર રવાના કરાયા
Next articleકોંગ્રેસી કાર્યકરો તમામ ક્ષેત્રોમાં મદદ માટે તૈયાર રહે : રાહુલ ગાંધી