શહેરના એડવોકેટને કેસ બાબતે વાતચીત કરવાના બહાને બોલાવી અપહરણ કરી ચાર શખ્સોએ ઢોર માર મારી પૈસા પડાવવાનું કાવતરૂ રચ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બન્ને બાર એસોસીએશન દ્વારા એસ.પી.ને બનાવ અંગે રજૂઆત કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના આંબાવાડી સિધ્ધિવિનાયક ફલેટમાં રહેતા અને ભાવનગરમાં વકીલાત કરતા આશિષભાઈ અરવિંદભાઈ મોદીને ગતરાત્રિના રવિ નામના શખ્સનો જમીન બાબતે વાતચીત કરવા બોલાવવા બાબતે ફોન આવતા આશિષભાઈ (વકીલ)ને ઢોર માર મારી નિર્જન જગ્યાએ અપહરણ કરી લઈ જઈ વધુ માર મારી રોકડ રકમ પડાવવા કોશિષ કરી હતી. જે બનાવ અંગે ગતરાત્રિના વકીલો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. પરંતુ પોલીસે માત્ર અરજી લેતા બન્ને બાર એસોસીએશન દ્વારા એસ.પી.ને રજૂઆત કરાતા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. બનાવની તપાસ એ.જે. વસાવાએ હાથ ધરી છે.



















