જમીનના વિવાદને લઇ યુવાન એસપી ઓફિસમાં ઝેરી દવા પીવે તે પહેલા અટકાયત

595

પડધરી તાલુકાના ખામટા ગામે રહેતો મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આથી મહેશે આ અંગે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી. આખરે કંટાળીને મહેશે રાજકોટ એસપી ઓફિસમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. બુધવારે એસપી ઓફિસમાં આવી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેના હાથમાંથી દવાની બોટલ આંચકી લઇ અટકાયત કરી હતી.

મહેશે બુધવારે ૧૦ વાગે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હોય સીપી ઓફિસમાં પહેલેથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ પહેલેથી ગોઠવી દેવામાં આવી હતી.

Previous articleસરકારી અનાજ ઓછું આપવાનો વીડિયો વાયરલ થતા દુકાનદારનો પરવાનો રદ
Next articleએટીએમને ગેસ કટરથી કાપી રૂ.૧૪ લાખની ચોરી કરી તસ્કરો ફરાર