ઘરફોડ ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

474

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીની આગેવાનીમાં  અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના શિહોર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના  ગુન્હાના વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે લાલો વલ્લભભાઈ પરમાર ઉ. વ. ૨૦ રહેવાસી  હાથીયાધાર પાલીતાણા વાળાને  તેના ઘરેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી પૂછપરછ કરતાં અને રેકર્ડ ઉપર ખરાઈ કરતા ઉપરોક્ત ગુન્હા ઉપરાંત શિહોર પોસ્ટે બીજા એક ઘરફોડ ચોરીના ગુન્હામાં તથા ગારિયાધાર પોસ્ટે ના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ છે મજકુર વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

Previous articleજર્જરીત પારાપેટ તંત્ર દ્વારા ઉતારી લેવાઈ
Next articleદશામાના વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળી