ધ્વજવંદન વખતે વીજ કરંટથી બે વિદ્યાર્થીનાં કરુણ મોત

851

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કેનપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં બે વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. ધ્વજવંદનની પાઇપ વિદ્યાર્થી પાસે ઊભી કરાવતા સમયે પાઇપ ઉપર પસાર થતો વીજ વાયરને અડી જતા વિદ્યાર્થીઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. શાળાની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના મોતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ બંને મૃત વિદ્યાર્થીઓના મૃતદેહને સંતરામપુર સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાંં આવ્યા હતા જ્યાં તેમના પરિવાર દ્વારા શાળા પર આક્ષેપ કરાયો હતો.

Previous articleબે માળનું મકાન ધરાશાયી થતાં બેનાં મોત, ચારને બચાવાયા
Next articleરાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર ‘ડખા’, વોટ્‌સએપ ગ્રુપ બંધ કર્યું