લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતિ પર આરોપ છે કે તેમણે તેમના દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચ્યું હતું જેથી તેની મોત બાદ ૧.૩ કરોડ રૂપિયાની વીમાની રકમ મેળવી શકે. આરોપ ૫૫ વર્ષીય આરતી ધીર અને ૩૦ વર્ષના કવલ રાયજાદા પર છે જે પશ્વિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે. દંપત્તિએ પોલીસના આરોપનો ઇનકાર કર્યો છે. તેમના દત્તક પુત્ર ગોપાલ સેજાણીનું ગુજરાતમાં અપહરણ થયું હતું અને તેના પર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારવામાં આવ્યા હતા. ઇજાઓના કારણે બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
ગુજરાત પોલીસનું માનવું છે કે આ કપલને ખબર હતી કે બાળકનું મોત થશે તો તેમને કેટલી રકમ મળશે. તેથી કથિત રીતે આ પૈસાની લાલચમાં કરવામાં આવેલી હત્યા છે. આ મામલે બ્રિટને માનવ અધિકારના મુદ્દે આ દંપત્તિના પ્રત્યાર્પણની મંજૂરી આપી નથી. આ નિર્ણય પર હવે ભારત સરકારને અપીલ કરવાની મંજૂરી મળી છે.
આ જાહેરખબરના માધ્યમથી તેમને ગોપાલનો સંપર્ક થયો હતો જે તેની મોટી બહેન અને બનેવી સાથે રહેતો હતો. ગોપાલના બહેન-બનેવી એ બાબતે માની ગયા કે લંડન જવાથી ગોપાલનુ જીવન સુધરી જશે.અમુક સત્તાવાર રિપોર્ટ પ્રમાણે આ પહેલા પણ બે વખત ગોપાલ પર હુમલા થઇ ચૂક્યા હતા જેમાં તે માંડ બચ્યો હતો. આ ઘટના બાદ હજુ સુધી વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે જેણે આ દંપત્તિ સાથે લંડનમાં એક વિદ્યાર્થી તરીકે સારો સમય પસાર કર્યો હતો. આ શંકાસ્પદ શખ્શ એ ચાર લોકો પૈકી છે જેમની આ હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. દંપત્તિ પર ભારતમાં ૬ આરોપ લાગ્યા છે જેમાં કિડનેપીંગ અને મૃત્યુ માટેનું ષડયંત્ર પણ સામેલ છે.


















