ન.પ્રા. શિ સમિતિની શાળા નં. ૧૧ અને ૧ર જેક રચલીયા પરા વિસ્તારમાં આવેલી હોય શાળાનો મેઈન ગેઈટ છેલ્લા ચાર માસથી તુટી ગયેલી હાલત હોય અને ત્યાં અંદાજે ૧૩૦૦ જેટલા બાળકો અભ્યાસ કરતા હોય અને આ વિસ્તારમાં અસામાજીક તત્વોનો ખુબ જ ાત્રાસ હોય અને શાળા સમય દરમ્યાન ગેર ઉપયોગ ન થાય તેમજ રાત્રીના સમયે દરમ્યાન પણ આ શાળાનો કોઈપણ ગેર ઉપયોગ ન થાય અને શાળાના મુખ્ય શિક્ષકો દ્વારા ભાવનગર મહાપાલિકાને છેલ્લા ચાર માસથી આ મેઈન ગેટ રીપેર કરવા ઘણા પત્રો લખેલા પણ આ બાબતે કોઈ વીભાગ કાળજી ન લીધેલી તો આ મેઈન ગેટ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા માંગ કરી છે.



















