કલેક્ટરશ્રીએ ધરોઇ ડેમ જળ સંચય યોજનાની મુલાકાત કરી લીધી

401

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલે ધરોઇ ડેમની મુલાકાત કરી નવીનકામોનુ નિરિક્ષણ કર્યું  હતું. ધરોઇ યોજના દ્રારા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામોને  પાણી પુરૂ પાડવાની યોજના અને ઇડર-વડાલી-ખેડબ્રહ્મા માટેની શહેરી જુથ પાણી-પુરવઠા યોજના હેઠળ નવિન intake wallનુ નવિનિકરણના કામોનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન કર્યું હતું.   સાબરકાંઠા જિલ્લામાં ધરોઇ યોજના દ્રારા ગામડામાં પીવાનું પાણી પુરૂ પાડવા સાથે ખેતી માટે પણ પાણી પુરૂ પાડવામાં આવે છે. ધરોઇ યોજના સાબરકાંઠાની જીવાદોરી છે. હાલમાં આ યોજના થકી વડાલી તાલુકાના નજીકના  ગામોમાં પાણી પુરૂ પાડવાની સાથે શહેરી વિસ્તાર ઇડર, વડાલી અને ખેડબ્રહ્માના શહેરી વિસ્તારોમાં પણ પાણી પુરૂ પાડવાના ઉદ્દેશ્યથી હાલમાં ધરોઇ ડેમ ખાતે નવીન ઇન્ટેક વોલનું કામ ચાલી રહ્યું છે. આ કામો થકી  હાલમાં લોકડાઉનના સમયમાં શ્રમિકોને રોજગારી પુરી પાડવાનું કામ પણ થઈ રહ્યું છે. ધરોઇ ડેમની મુલાકાત બાદ જિલ્લા સમાહર્તા દ્રારા વડાલી તાલુકામાં મનરેગા યોજના હેઠળ અંબાવાડા ખાતે સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ કરવાની કામગીરીનુ નિરિક્ષણ કરી શ્રમિકો માટે પીવાના પાણીની છાયડાની વ્યવસ્થા તેમજ કામના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.     

Previous articleમુળીયાપાટના ગૌપ્રેમીનું અદ્દભુત સરાહનિય કાર્ય
Next articleહું ફરી ફરજ પર હાજર થઈ બમણા જુસ્સા સાથે COVID19ના દર્દીઓની સારવારમાં જોડાઈ જઈશ