પૂ.દુર્લભસાગર સુરિશ્વરજીની ૨૨મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે સિંમધર ટ્રસ્ટ દ્વારા ૨૨મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સર.ટી. હોસ્પિટલના સહયોગથી સિંમધર દેરાસર ક્રેસંટ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમા સમાજસેવાના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યુ હતું. આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના રોહીતભાઈ શાહ, અમિતભાઈ શાહ, રાહુલભાઈ સંઘવી, કુમારભાઈ શાહ, અને જગદભાઈ શાહે ભારે જહેમત ઉઠાવી હતી.



















