બિસ્માર ડાયવર્ઝનથી પેચીદી બની ટ્રાફીકની સમસ્યા

200

ભાવનગર શહેરની જનતાને છેલ્લા ૨૦ વર્ષથી મહાનગરપાલિકા હથેળીમાં ચંદ્ર દશૅન કરાવી રહી છે વિકાસના નામના રૂપકડા ચશ્માં પહેરાવી પછાત પણાના હાસીયામા ધકેલી રહી છે. પરંતુ પ્રજા અવાક બનીને તંત્ર-સત્તાધીશોનો તમાશો નિહાળી મૂંગા મોએ ત્રાસ સહન કરી રહ્યા છે રાજ્યના મહાનગરો જેવી સુવિધા ઝંખતા શહેરીજનોને ભાજપના સત્તાધીશો એ ફ્લાઈઓવરબ્રિજનું સ્વપ્ન બતાવ્યું છે અને આ સ્વપ્નને સાકાર કરવા અણઘડ આયોજન સાથે કામ હાથ ધરવામાં આવ્યું છે. ગઢેચી વડલા સકૅલથી ચિત્રા વિસ્તાર સુધીના છ કિલોમીટરના અંતરનો ફલાઈઓવર બનાવવાનું કામ તદ્દન મંદ ગતિએ ચાલી રહ્યું છે. આ ફલાઈઓવર બ્રિજ બનાવતાં પૂર્વે વાહન વ્યવહાર અને રાહદારીઓ ને તકલીફ ન પડે યાતાયાત યથાવત રહે એવું કોઈ જ આયોજન કરવામાં નથી આવ્યું જેને પગલે હાલમાં ચોથા ભાગના રોડ માં ભારે ટ્રાફિક સમસ્યા સજૉઈ રહી છે રેલ્વે હોસ્પિટલ થી બોરતળાવ ના નાકા સુધીનો બંને સાઈડ નો વિસ્તાર રેલ્વે હસ્તક છે આ જમીન પર હંગામી ધોરણે રોડ ડાઈવઝૅન માટે બીએમસી દ્વારા જમીન માંગવામા આવી હતી પરંતુ રેલ્વેએ સાંસદને પણ ઘસીને જમીન આપવાની ના પાડી દીધી હતી હાલમાં બંને સાઈડમાં ગેલ્વેનાઈઝના પતરા ઝડી દેવામાં આવ્યા છે ચોમાસાના કારણે વરસાદ પડતાં હયાત રોડમાં ખાડાઓ પડે છે ડ્રેનેજ લાઈનના મેનહોલના ઢાંકણા તૂટી જાય છે દરરોજ અકસ્માત સર્જાય છે લોકોને ગંભીર ઈજા થાય છે. આ વિસ્તારમાં જ મેયરનું નિવાસ હોય દિવસમાં બે થી વધુ વખત એસી ગાડીમાં પસાર થઈ જાય છે પરંતુ લોક હાલાકીને જોવા જાણવા કે ઉકેલ .!હાલમાં પડેલ વરસાદને પગલે સાંઈનાથ ફૂડ પોઈન્ટ સામે પડેલ ખાડાઓને યોગ્ય રીતે બુરી લેવલ કરવાનાં બદલે અધિકારીઓ એ બુદ્ધિનું વરવું પ્રદર્શન કર્યું છે આ ખાડામાં મોરમ-કપચી ને બદલે ચિકણી માટી નાખતાં સમસ્યા હલ થવાનાં બદલે વધી છે લોકો વાહનો સાથે સ્લીપ થઈ રહ્યાં છે આ મુદ્દે ખરેખર જનતાએ જાગૃત થવાની જરૂરિયાત છે અને સત્તાધીશો ને બરાબર પાઠ ભણાવવો જોઈએ એવી વાત લોકો કરી રહ્યાં છે.

Previous articleમ.પ્ર, આં.પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ને પાર
Next articleધારાસભ્ય અંબરીશ ડેરના આંદોલનના સમર્થનમાં ભાવનગર કૉંગ્રેસના કાર્યકર્તાઓએ રેલ રોકવાનો પ્રયાસ કરતા અટકાયત