મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તાજેતરમાં રાજકોટ ખાતે આયોજિત સીનીયર સ્સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં ૧૧ વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી હતી. આ સિનિયર બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ઉત્કર્ષ પ્રદર્શન કર્યું હતું. નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કુ. અનિલા પંડયા અને કુ. કોમલ ગોહિલની સીનીયર નેશનલ બાસ્કેટ બોલમાં પસંદગી કરવામાં આવી હતી.



















