કાશ્મીરના કઠુઆ ગામે બાળા ઉપર દુષ્કર્મ બાદ હત્યા કરાયેલ. જેના આરોપી ઝડપાઈ ગયા હોવા છતાં કાર્યવાહી થયેલ નથી અને પરિવારજનોને ન્યાય મળ્યો નથી ત્યારે આજે ભાવનગરના રૂપાણીસર્કલ ખાતે એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ સાથે બાળાને શ્રધ્ધાંજલી પાઠવી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.



















