પરંપરાગત દિવડા-આરતીનું અદભૂત દ્રશ્ય કલ્ચરલના ગરબામાં

867
gandhi3092017-6.jpg

પરંપરાગત દિવડાની આરતી ગાંધીનગરની એક આગવી ઓળખ બનતી જાય છે. દર વર્ષે આઠમના દિવસે ફકત દિવડાના ફોર્મેશનથી જુદી જુદી થીમ પર માતાજીની આરતી ઉતારી એક અનોખું દૃશ્ય સર્જવાનું દર વર્ષે યોજાય છે. કલ્ચરલ ફોરમના નવા પ્રમુખ જયોતિન્દ્ર વ્યાસના જણાવ્યા અનુસાર કલ્ચરલમાં આ વખતે માસ ના બદલે કલાસનો અભિગમ અપનાવ્યો હતો. જે નવરાત્રી પુરી થતાં તેમને તે મુજબ ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે માતાજીના નવ નોરતાં પુરા કર્યા છે. 
નવરાત્રિના આઠમા દિવસે ગાંધીનગરમાં આયોજિત કલ્ચરલ ફોરમના ગરબામાં અનોખી આરતી કરવામાં આવી હતી. ગાંધીનગરના સેક્ટર ૬માં દર વર્ષની જેમ આયોજન થતા ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિમાં ગઈ કાલે આરતી સમયે અનોખુ દ્રશ્ય સર્જાયું હતું. આરતી માટે રાજ્યના ગર્વનર ઓમ પ્રકાશ કોહલી સહિત મોટી સંખ્યામાં એકઠા થયેલા માઈભક્તોએ ગોળાકારમાં માતાના મુખનુ દ્રશ્ય બનાવ્યુ હતું. ડ્રોન દ્વારા લેવાયેલી કલ્ચરલ ફોરમમાં આઠમા નોરતાની આરતીનું દ્રશ્ય કોઈ પણને આકર્ષિત કરે તેવું છે.

Previous articleમનપાએ આખરે રસ્તા પરના દબાણો હટાવ્યા
Next articleખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ વ્યાસના સ્મણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો