ઈસનપુર મોટામાં મુખ્યમંત્રીની હાજરીમાં એલપીજી પંચાયત ભરાઈ

747
gandhi2492017-3.jpg

ગાંધીનગર પાસેના ઈસનપુર મોટા ખાતે ઉજવલા યોજનાના લાભાર્થીઓની દેશની પ્રથમ એલપીજી પંચાયત આજે ભરવામાં આવી હતી. જયાં કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાભાર્થીઓને સાંભળ્યા હતા. 
આ પ્રસંગે ઉજવલા યોજનાના ૩ કરોડમાં લાભાર્થીને ગેસકીટ આપવામાં આવી હતી. ઉપરાંત અન્ય ૬૦૦ જેટલા ગરીબ પરિવારોને પણ ગેસકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામિણ કક્ષાની આ પંચાયત ઈસનપુર મોટા જેવા સમૃધ્ધ અને પહેલેથી ખૂબ સારી સુવિધાઓ ધરાવતું હોવાથી પસંદગી કરવામાં આવી હતી. જેથી આ કાર્યક્રમ સુવિધાપૂર્ણ રહ્યો હતો. ગ્રામ સફાઈ ઉપરાંત કેટલીક જગ્યાને ઢાંકવા પડદા પણ લગાડવામાં આવ્યા હતા.