સમાધાન છતા કોઇ નિરાકરણ નહિં આવતા લાલઘુમ

796
gandhi2492017-2.jpg

ઇમરજન્સી સેવા ૧૦૮માં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઇને આંદોલન શરૂ કર્યુ હતું. મહેસામાં ભૂખ હડતાલ પાડવામાં આવી હતી. જ્યા ભાજપ યુવા મોરચા પ્રમુખે સમાધાન કરાવ્યુ હતું. 
૧૦૮ના કર્મચારીઓની માંગણીઓને સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવશે તેવી ધારણા આપી હતી. છતા કર્મચારીઓના પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આગામી સમયમાં આંદોલનને પુનઃ શરૂ કરવામાં આવશે. 
રોડ અકસ્માત, મહિલા ડીલીવરીના કેસ સહિતને ઇમરજન્સીના સમયમાં હોસ્પિટલમાં પહોંચાડવાનુ કામ કરતા ૧૦૮ના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં સફાઇ કર્મચારી, પાઇલોટ પાસે કરવામાં આવતી સાફ સફાઇ સહિતની માંગણીઓને લઇને સરકાર સામે આંદોલનનુ શસ્ત્ર ઉગામ્યુ હતું. જ્યારે મહેસાણામાં રાજ્યભરના ૧૦૮ કર્મચારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. જેમાં કર્મચારીઓની હાલત કફોડી બની ગઇ હતી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. ગાંધીનગરમાં પણ ૧૦૮ સેવાના પૈડા થંભી જવા પામ્યા હતા. આરોગ્ય વિભાગને તાત્કાલિક સીએચસી, પીએચસી ના ડ્રાઇવરને કામે લગાડવા પડ્‌યા હતા.

Previous articleગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબરે સ્માર્ટ ટેકનોલોજીસ ફોર ટોઈલેટ કલીનેસ પ્રોજેકટ
Next articleઈસનપુર મોટામાં મુખ્યમંત્રીની હાજરીમાં એલપીજી પંચાયત ભરાઈ