ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબરે સ્માર્ટ ટેકનોલોજીસ ફોર ટોઈલેટ કલીનેસ પ્રોજેકટ

622
gandhi2492017-4.jpg

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભારત સરકારના ડીજીટલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એન. એમ. પટેલ સરસ્વતી વિદ્યાલય, કરોલી દ્વારા વિજ્ઞાન શિક્ષિકા પિનલબેન સાતુનિયાના માર્ગદર્શન હેઠળ જલ્પા પ્રજાપતિ અને નિલમ રબારી બંન્ને વિદ્યાર્થીનીઓએ કચરા વ્યવસ્થાપન અને જળસ્ત્રોતોની જાળવણી હેઠળ સ્માર્ટ ટેકનોલોજીસ ફોર ટોઈલેટ કલીનેસ પ્રોજેકટ  રજુ કર્યો હતો. 
જેનો વિભાગ ત્રણમાં પ્રથમ નંબર આવ્યો હતો. જેમાં કોઈપણ વ્યક્તિ શૌચાલયનો પાંચ વખત ઉપયોગ કરતાં લાઈટ ડીટેકટર દ્વારા તેનું કાઉન્ટીંગ થતાં ચાલુ રહેલી લીલી લાઈટ લાલ થઈ જાય છે તેનો મતલબ કે શૌચાલય સફાઈ કરવાનો સમય થઈ ગયો છે. સફાઈ કામદાર સફાઈ કરી લાલ લાઈટ દબાવવાથી લીલી લાઈટ થઈ જાય છે. આવી ટેકનોલોજીનો જાહેર શૌચાલયમાં ઉપયોગ કરવાથી સ્વચ્છતા અભિયાનનો હેતુ બર આવે છે.