સિલ્વર બેલ્સ સ્કુલના પાર્કીંગ સ્ટેન્ડની એંગલ ધુસી જતા ટ્રક ડ્રાઈવરનું મોત

785
bvn3042018-10.jpg

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સિલ્વર બેલ્સ સ્કુલમાં ચાલતા રીનોવેશન કામ માટે રેતી ભરી આવેલો ટ્રક પાર્કીંગ સ્ટેન્ડ સાથે અથડાતા તેની અંગલ વાગી જતાં ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નિપજયું હતું. 
બનાવની મળતી વિગત મુજબ શહેરના કાળીયાબીડ ખાતે આવેલ સિલ્વર બેલ્સ સ્કુલમાં હાલ રીનોવેશન કામ ચાલતું હોય જેમાં રેતી ભરીને ટ્રક નં. જી.જે.૪યુ ૯૮૪૭ના ચાલક રમેશભાઈ દામજીભાઈ ગોહેલ (ઉ.વ.૩૪) રેતી ખાળી કરીને પરત ફરતાં હતા તે વેળાએ સ્કુલના પાર્કીંગ સ્ટેન્ડમાં ટ્રક અથડાતા તેમાંથી છુટ્ટી પડેલી એંગલ ડ્રાઈવર રમેશભાઈના ગળામાં ધુસી જતાં સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં નિલમબાગ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂર કેસ કાગળો કરી વધુ તપાસ એમ.પી. પંડયાએ હાથ ધરી છે. 

Previous articleઅલંગ યાર્ડમાં પ્લોટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
Next articleનાગરિક બેંકના અદ્યતન હેડ ઓફિસનું પૂ. મોરારિબાપુના હસ્તે થયેલું ઉદ્દઘાટન