સબસીડી વીનાના ગેસ સિલિન્ડરના ભાવ ૧૫ રૂપિયાનો વધારા કરાયો

159

સામાન્ય જનતાને ફરીવખત મોટો આંચકો લાગ્યો : દિલ્હી -મુંબઈમાં સિલિન્ડરની કિંમત ૮૮૪.૫૦ રુપિયા થઈ, થોડા દિવસોમાેં એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૦૦ રુપિયાને પાર થઈ જવાની શક્યતા
નવી દિલ્હી,તા.૬
નોન સબ્સિડીવાલા એલપીજી સિલેન્ડરોની કિંમતોમાં બુધવારે એટલે કે ૬ ઓક્ટોબરે એક વાર ફરી વધારો કરાયો છે. આ પહેલા એક ઓક્ટોબરે ફક્ત ૧૯ કિલો વાળા કમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધારવામાં આવ્યા હતા. દિલ્હી -મુંબઈમાં નોન સબ્સિડી વાળા ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમત ૮૮૪.૫૦ રુપિયા થઈ ગયા છે. ૪ મહિનામાં ન્ઁય્ સિલિન્ડરમાં રૂ.૭૫નો વધારો નોંધાયો છે. ન્ઁય્ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.૧૫નો વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં ન્ઁય્ સિલિન્ડરનો ભાવ રૂ.૮૯૧.૫૦ થયો છે. જૂન ૨૦૨૧માં ન્ઁય્ સિલિન્ડરનો ભાવ રૂ.૮૧૬ હતો. કોલકત્તામાં ૯૨૬ અને ચેન્નાઈમાં હવે ૧૪.૨ કિલો વાળા એલપીજી સિલેન્ડર ૯૧૫.૫૦ રુપિયામાં મળશે. કાચા તેલના વધતા ભાવને જોતા આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે એલપીજી સિલેન્ડરનો ભાવ ૧૦૦૦ રુપિયાને પાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે એક ઓક્ટોબરે કોઈ વધારો થયો નહોંતો, ત્યારે એક સપ્ટેમ્બરે ૧૪.૨ કિલોગ્રામના સબસિડી વગરના રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં ૨૫ રુપિયાનો વધારો થયો હકો. આ પહેલા પેટ્રોલિયમ કંપનીઓે ૧૮ ઓગસ્ટે ગેસ સિલેન્ડરની કિંમતમાં ૨૫ રુપિયાનો વધારો કર્યો હતો.