રાજ્યસભામાં મોદી સરકારને મોટી સફળતા,UAPA બિલ પાસ

391

રાજ્યસભામાં UAPA બિલ મતદાન બાદ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં ૧૪૭ અને વિરોધમાં ૪૨ વોટ પડ્યા. બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દેવાયો હતો. લોકસભાથી આ બિલને મંજૂરી આપવામાં આવી ચૂકી છે હવે કાયદામાં સંશોધન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.

ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ ૨૦૧૯ પર રાજ્યસભામાં શુક્રવારે જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદથી લડવાનો છે. તેઓએ કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દલીલને ફગાવી દીધી કે કાયદાનો ખોટો ઉપયોગ થશે. શાહે ગૃહમાં કહ્યું કે, ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી દ્ગૈંછએ કુલ ૨૭૮ મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા. ૨૦૪ મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને ૫૪ મામલામાં અત્યા સુધી ચુકાદા આવ્યા છે. ૫૪માંથી ૪૮ મામલામાં સજા થઈ છે. સજાનો દર ૯૧% છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં દ્ગૈંછની સજાનો દર સૌથી વધુ છે.કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ કરશે, જેની પર શાહે કહ્યું કે, કોંગ્રેસ ઇમરજન્સી યાદ કરી લે. કાયદાનો દુરુપયોગનો ઈતિહાસ કોંગ્રેસનો છે. એક ધર્મને આતંકવાદથી જોડવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે જેહાદી પ્રકારના કેસોમાં ૧૦૯ મામલા, ડાબેરલી ઉગ્રવાદના ૨૭, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ હત્યારા ગ્રુપ વિરુદ્ધ ૪૭, ખાલિસ્તાનવાદી ગ્રુપો પર ૧૪ મામલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા.

ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દે છે અને પોતાની વિચારધાર ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદી જાહેર નથી કરતા ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદા પર રોક નહીં લગાવી શકાય. ગૃહમાં શાહે કહ્યું કે, આ બિલથી માનવાધિકારનું હનન નહીં થાય. શાહે પૂછ્યું કે, આ બિલથી વિપક્ષ કેમ ડરી રહી છે.

એનઆઈએ તપાસ દરમ્યાન બંધારણીય કાર્યવાહી કરી શકશે. કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવશે તો ચાર સ્તરની સ્કૂટનીનો વિકલ્પ પણ આપવામાં આવશે. આતંકવાદી ઘોષિત થયા બાદ રિવ્યૂ કમિટી પણ તપાસ કરશે. જેના અધ્યક્ષ હાઈકોર્ટના નિવૃત જજ હશે.

Previous articleનવા સચિવાલય ખાતે ૨૨મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
Next articleકાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત – અમરનાથ યાત્રા રદ્દ