રાજુલાના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બિયર ઝડપાયો

1293
guj1452017-2.jpg

રાજુલા શહેરનાં જુદા ગોદરા શાળા પાસેના રહેણાંકી મકાનમાં પોલીસે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી લીધા છે.
જિલ્લા અધ્યક્ષ પટેલની સુચનાથી મળેલ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂનો વેપલો કરતા અને દારૂના નવા કાયદાની એસી તેસી કરી રાજુલા શહેરના મધ્યે જુના ગોદરા કન્યા શાળા નં.૩ની પાસે રહેતા સીકંદર ઉસ્માન ગોરી અને તેનો સાગરીત અસ્લમ હારૂન જોખીયાને તેના જ ઘરેથી ઈંગ્લીશ દારૂ બોટલ નં.ર૦ કિ.રૂા.૬૦,૩૦૦ બોટલ નંગ-ર૦ કિ.રૂા.૬૦૩૦૦ બિયર નંગ-ર૦ કિ.રૂા.ર૦૦૦ કુલ રૂા.૧૪,૮૦૦નો દારૂ સાથે રંગેહાથ ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ કાદરભાઈ ચૌહાણ, જે.જે. વાળા ભાઈ, દશુભા સરવૈયા, નરેન્દ્રસિંહ ગોહિલ, જયદિપસિંહ સરવૈયા, બી.ડી. વાળા, જે.આર. સાંખટ તથા લેડી કો. રૂકસારબેન ગોરી સ્ટાફ સાથે ઓપરેશનમાં જોડાયેલ હતા.