રાજુલાને સ્માર્ટ સિટી બનાવવા સ્વચ્છતા અભિયાનની પહેલ કરતા આરએફઓ પાઠક

1230
guj652018-1.jpg

રાજુલા શહેરની તમામ ગંદકી હટાવવા નવનિયુક્ત આરએફઓ રાજલબેન પાઠકના શહેરને સ્માર્ટ સિટી બનાવવાના સંકલ્પ સાકાર કરવા આજે શહેરમાં સ્વચ્છતા અભિયાન જેમાં શહેરની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ ગામ આગેવાનોથી લઈ આમ નાગરીક હોશેથી જોડાશે.
રાજુલા શહેરની તમામ ગંદકી હટાવવાના નવનિયુક્ત આરએફઓ રાજલબેન પાઠકના સંકલ્પ જે રાજુલામાં સૌપ્રથમવાર હાથ ધરાશે. સ્વચ્છતા અભિયાન રાજુલાની ઓળખ સ્માર્ટસિટી માટે ગામ આગેવાનો, નગરપાલિકા તેમજ શહેરની તમામ સ્વેચ્છિક સંસ્થાઓ આજે રાજલબેનના રાજુલાને સ્માર્ટસિટી બનાવવા સંકલ્પને શહેરની તમામ જનતા આવકારે છે. કારણ રાજુલામાં આજ સુધીની ઓળખ કઈક આવી રહી છે. જેમકે મહુવા શહેર મુસાફરી કરતા નજીક આવે તો ખબર પડી જ જાય કે મહુવા આવ્યું કારણ અનહદ ડુંગળીના કારખાના અને જાફરાબાદ નજીક આવે ત્યાં મુસાફર ન ખબર પડી જાય કે જાફરાબાદ આવી ગયું કારણ મચ્છી તેમજ રાજુલા શહેર રાજકોટ, સાવરકુંડલા, રાજુલાના રોડ પર ખબર પડી જાય કે રાજુલા આવી ગયું કારણ ગંદકીના ઢગલા મોઢે દંગાઓ અને તે ગંદકીના ઢગમાં ગૌમાતા પ્લાસ્ટીકો ખાયને કેટલીય ગાયો મૃતના પેટમાંથી પાંચ-પાંચ કિલો પ્લાસ્ટીકો ખાયને કેટલીય ગાયો મૃતના પેટમાંથી પાંચ-પાંચ કિલો પ્લાસ્ટીક નિકળવાથી મોત થયાના અનેક દાખલાઓ છે ત્યારે આ બધુ નજરેનજર આરએફઓ રાજલબેને જોતા પ્રથમ રાજુલામાં સ્વચ્છતા અભિયાનથી સુંદર રાજુલા બનાવી આગવી ઓળખ સ્માર્ટસિટીના કરવાના સંકલ્પો ગામ આગેવાનો પ્રેસ મિડીયાના મિત્રોની હાજરીમાં ગામની સ્વેચ્છિક સંસ્થાઓ અને જનતા સાથ અને સહકાર આપે તેવી આશા વ્યક્ત કરેલ અને સૌએ રાજલબેનના ભગીરથ સંકલ્પને વધાવી સાથે નગરપાલિકાના પ્રમુખ બાઘુબહેન, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા તેમજ બાલાભાઈ સહિત આખી ટીમ સ્વચ્છતા અભિયાનમાં આજે તા.૬-પ રવિવારે સવારથી જ જોડાશે.

Previous articleરાજુલા ખાતે RFO રાજલબેન પાઠકએ ચાર્જ ગ્રહણ કર્યો
Next articleગઢડા ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ