ભટવદર ગામે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

1124
guj30102017-3.jpg

ત્રિદિવસીય ધર્મમહોત્સવમાં તા૨૭/૧૦ ના રોજ યજ્ઞ પ્રારંભ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત મંડપ પ્રવેદ સ્થાપના પૂજા ગ્રહશાંતિ અગ્નિ થન પ્રસાદ વાસ્તુ જલાધીવાસ આરતી સહિત ના કર્યો તા૨૮/૧૦ ના રોજ સ્થાપિત દેવપૂજા ધાનયાધીવાસ બીજાધીવાસ હોમ આરતી શ્યાધીવાસ ના ધર્મકાર્યો તા૨૯/૧૦ ના રોજ સ્થાપિત દેવ પૂજન હોમ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્તરપૂજન બલીદાન આરતી મહિમા ભોજન પ્રસાદ સહિત ના ધર્મકાર્ય અને ધર્મસભા ત્રિદિવસીય ધર્મોત્સવ માં પાંચ સો થી વધુ સંતો ગદગદિત કરતી જન મેદની ને સંતો ની દિવ્ય વાણી નો ધર્મ લાભ સણોસરા દાનેવધામ થી પધારેલ નિરૂબાપુ ના અધ્યક્ષ સ્થાને અંતર આત્મા ને ઉજાગર કરતું અદભુત દ્રષ્ટાંતો આપતું પ્રેરક પ્રવચન શીલ ચારિત્ર્ય સંસ્કાર શિક્ષણ પરોપકાર પરમાર્થ જીવદયા સહિત ના દરેક વિષયો સાથે આજ ના ભાગદોડ ને ઈન્ટરનેટના યુગમાં પરમાર્થ પ્રત્યે ઘટતી જતી માનવીય ફરજ અંગે સભાન બનોની શીખ અર્પિ હતી.
ત્રિદિવસીય ધર્મોત્સવમાં વિજયબાપુ સતાધાર, સીતારામબાપુ સુડાવડ, લવજીબાપુ ખોડલધામ, નેસડી જેરામબાપુ બગસરા, બળદેવબાપુ દેવાનંદ આશ્રમ, ઠાંસા ચનાબાપુ રણજીત હનુમાનજી મેસણકા, કિશોરબાપુ જાબુડા, રામબાપુ કમિગઢ, અશોકાનંદ સુખપર, હરિરામબાપુ ઢસા, જીતુબાપુ કણકોટ, રામદાસબાપુ દામનગર, ગંગારામબાપુ મહુવા, બાલકદાસબાપુ પાડરશીંગા, જ્ઞાનેશ્વરીદેવી પાડરશીંગા, ધરમદાસબાપુ કાપરડી, આત્મારામબાપુ માંડવી, દેવરામબાપુ નેસડી, અશોકબાપુ ધામેલ, કાંતિબાપુ ધામેલ, પ્રેમજીબાપુ દેવળીયા, જેરામબાપુ બાદલપર, ભરતબાપુ નર્મદાતટ, બાબુરામબાપુ ધોળા, ધેલાબાપુ ભૂતિયા, જગદીશબાપુ ડમરાળા, ઘુસાબાપુ બગસરા, ધર્મદાસબાપુ ધારી, રમેશબાપુ કેરાળા, ભવાનદાસબાપુ ભમરીયા, રાજુબાપુ પાલીતાણા, શાંતિબાપુ પાલીતાણા, મનજીબાપુ સુરત સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનેકો નામીઅનામી સંતો સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ભવ્ય નૂતન શિવાલય પંચદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આશીર્વચન પાઠવતા સંતો, દર્શનીય નજારો હજારો ભાવિકોની ગદગદિત કરતી હાજરીમાં ભટવદર ખાતે નૂતનમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો.

Previous articleદામનગર સ્વામિ. મંદિર અને સત્સંગી સમાજ દ્વારા આયોજિત સત્સંગી જીવન કથા
Next articleદામનગરના રાભડા ગામે યુવાન પુત્રને સ્મૃતિ રૂપે જીવંત રાખવાનો વંદનીય પ્રયાસ