દામનગર સ્વામિ. મંદિર અને સત્સંગી સમાજ દ્વારા આયોજિત સત્સંગી જીવન કથા

959
guj30102017-5.jpg

તા૨૭/૧૦ થી શરૂ થયેલ કથામાં તા૨૮/૧૦ના ઘનશ્યામ જન્મોત્સવમાં ગદગદિત કરતી માનવ મેદની ઉમટી તા૨૯/૧૦ ના પટ્ટાભિષેક તા૩૦/૧૦ ના રોજ મંત્રપ્રાગટયોત્સવ અને તા૩૧/૧૦ ના રોજ ફૂલદોલોત્સવ  ઉજવાશે શ્રીમદ્ર સત્સંગી જીવન કથા પારાયણ પૂર્ણહુતી બાદ તા૧/૧૧ ના રોજ શાકોત્સવ યાજાશે કથા સત્ર સમય રાત્રે ૮-૩૦ થી ૧૧-૩૦ સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી ગાંધીનગર ના આશીર્વાદ થી સ્વામી સંતદાસજી પ્રેરિત સત્સંગીજીવન કથા ના વક્તા ષડદર્શનાચાર્ય સ્વામી દિવ્યસાગરદાસજી  દ્વારા માર્મિક ટકોર તેમજ કથામાં પધારેલ વરિષ્ઠ સંતો સ્વામી ચંદ્રપ્રકાશદાસજી દામનગર ગુરૂકુળ સ્વામી  સંતદાસજી આટકોટ સ્વામી આનંદસ્વરૂપદાસજી દામનગર સ્વામી ભક્તિચરણદાસજી વડતાલ સ્નેહી સંતો સ્વામીભક્તિનંદનજી મોરબી સ્વામી હરિકૃષ્ણજી કોઠારી સ્વામી માધવપ્રસાદજી ઉમરપાડા સ્વામી હરિસ્વરૂપજી અમરેલી સ્વામી હરિકૃષ્ણદાસજી નાર સ્વામી શ્યામસુંદરદાસજી ભોજપરાની ઉપસ્થિતિમાં સિદ્ધયોગી શતાનંદ મહિર્ષ રચિત ગ્રન્થસમ્રાટ શ્રી મદ્ર સત્સંગીજીવન પંચરાત્રી પારાયણ માં હજારો હરિભક્તો હરિચરિત્ર નુ રસપાન કરી ધન્યતા અનુભવે છે મિતભાષી વક્તા ની માર્મિક ટકોર અનેક પ્રકારની શીખ અર્પે છે.
કથા શ્રવણમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોની વિશેષ હાજરી રહે છે સત્સંગી સમાજ દામનગર ની સુંદર વ્યવસ્થા માં દામનગર ખાતે ચાલતી સત્સંગીજીવન પારાયણ વેલસીબાપના જિનમાં ગદગદિત કરતો ધર્મોત્સવનો લાભ મેળવતા શહેરી જનો મેળવે છે.