આંબેડકર એજયુ. ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવન શૈલી તાલિમ શિબિર યોજાઈ

775
bvn2492017-3.jpg

ભાવનગર-અમરેલી અને બોટાદ જિલ્લાના તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ઘોઘા તાલુકાનું નેસવડ, ભાવનગરનું શામચરાસીદસર, પાલિતાણાનું નવાગામ અને અમરેલી જીલ્લાના સાવરકુંડલાના હાડીડા અને હિન્ડોરાણા અને કુકવાવના અમરાપુર ગામોમાં ગુજરાત ઈકોલોજી કમીશન ગાંધીનગરના સભ્ય સચિવ એ.કે.સકસેના નિયામક એ.સી.સંપટ તથા વરિષ્ઠ પ્રબંધક નિશ્વલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડો. આંબેડકર એજયુકેશન ટ્રસ્ટ કુકડના સહયોગથી પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી વિશે તાલિમ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. જેમાં અંતર્યાળ વિસ્તારના અને પર્યાવરણની ભૌગોલિક અસરવાળા ગ્રામિણ વિસ્તારોમાં પણ લોકો પર્યાવરણ અનુરૂપ જીવન જીવતા થાય તે બાબતે તાલીમકાર હર્ષદભાઈ બારૈયા તથા વિનોદભાઈ ડી. મકવાણા દ્વારા ગ્રામજનોને ઉડાણપુર્વક અને વિગતવાર તથા વીસ્તારથી સમજણ આપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગામના સરપંચો, ગામના આગેવાનો, ખેડુતો વગેરેએ હાજરી આપેલ.