વલ્લભીપુરનાં રાયફલ શૂટીંગ ખેલાડી જય મહેતાની જર્મની ખાતે પસંદગી

1355
bvn10520185-1.jpg

વલભીપુરના રાયફલ શૂટીંગના આશાસ્પદ ખેલાડી જય મહેન્દ્રભાઈ મહેતાની પસંદગી જર્મીનાના હેનોવર શહેર ખાતે યોજાનાર ૧૨મી ઈન્ટરનેશનલ ચેમ્પીયનશીપ ઓફ હેનોવરમાં કરવામાં આવી છે જય મહેતા રાયફલ શુટીંગની ૧૦ મીટર એરરાયફલ અને ૦.૨૨ પોન પોઝીશનની સ્પર્ધામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. જય મહેતા ગુજરાતના રાયફલ શુટીંગના જાણીતા ખેલાડી અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશનના કોચ છે ઉપરાંત ગાંધીનગર ખાતેની ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે પણ કોચ તરીકે ફરજ બજાવે છે તેઓ સતત ત્રણ વર્ષ સુધી રાજ્યકક્ષાએ ગોલ્ડમેડલ વિજેતા રહેલ તેમજ ગુજરાત રાજ્યનો રમતગમતનો પ્રતિષ્ઠિત જયદીપસિંહજી બારીયા એવોર્ડ વિજેતા છે ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની મહારાજા કરણીસિંઘ શૂટીંગ ચેમ્પીયનશીપમાં પણ સિલ્વર મેડલ વિજેતા બનેલ છે.

Previous articleબરવાળાના નાવડા ગામની પેટા કેનાલનું કામ નબળુ થતા ખેડુતો દ્વારા આંદોલનની ચીમકી
Next articleરાજુલા તાલુકાનાં ચાંચબંદર ગામે દિપડાનાં ધામાં : લોકોમાં ફફડાટ