સિહોરનાં બંધ રહેણાકી મકાનમાંથી થયેલી ચોરી

1352
bvn1452018-11.jpg

સિહોર ખાતે રહેતા વિપ્ર પરિવાર ચારધામની જાત્રા કરવા ગયા છે ત્યારે તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તગડી ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યુ છે બનાવ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી છેે.
મળતી માહિતી મુજબ અજયભાઈ શુકલ તથા તેમનો પરિવાર ચારધામ યાત્રાએ ગયેલ હોય થોડા દિવસો પહેલા જ બદ્રીનાથ ખાતે બરફ ના તોફાનોમાં ફસાયા હતા પણ યોગ્ય સમયે જ રસ્તામાં ભગવાને માર્ગ કર્યો હોય તેમ હોટલ સુધી સહીસલામત પહોંચી ગયેલ અને ટીવી- ન્યુઝ પેપરો સુધી સંદેશો પહોંચાડેલ કે અહીં અમો તમામ સહીસલામત છીએ કોઈ તકલીફ નથી ત્યારે તમામે હાશકારો અનુભવ્યો હતો આંધી તોફાનો વચ્ચે પણ યાત્રા બંધ નહિ કરી આગામી તીર્થસ્થળો એ દર્શને નિકલ્યા હતા ત્યારે ગઈ કાલે ઋષિકેશ થી સિહોર પરત આવવા નીકળ્યા હતા ત્યારે શ્રીનાથજી ખાતે પહુચવામાં માત્ર ૧૦૦ કિમિ દૂર હતા ત્યારે અજયભાઈ ના અંગત સગા દ્વારા ફોન કરી જણાવેલ કે આપના બંધ મકાનના તાળા ખુલ્લા છે કઈ અજુગતું થયું હોય તેવું લાગીરહયું છે ત્યારે તપાસ કરતા માલુમ પડેલ કે આ ઘર છેલ્લા ૧૫ દિવસ થી બંધ હતું કોઈ નિશાચરો દ્વારા નિશાન બનાવ્યું હોય તેવું જણાવતા જ અજયભાઈ દ્વારા કૌશિકભાઈ વ્યાસ ને જાણ કરી પરિસ્થિતિ સાંભળવા જણાવેલ ત્યારે તેણે તાત્કાલીક પોલીસ ને જાણ કરી સ્થળ પર તપાસ અર્થે બોલાવેલ ત્યારે પી.આઈ.સોલંકી ,હરેશભાઈ,અશોકસિંહ, હરપાલસિંહ ,રમેશભાઈ સહિત તાબડતોબ દોડી આવી ચોરી અંગે ની તપાસ હાથ ધરેલ 
પોલીસ દ્વારા અજયભાઈ નો કોન્ટેક્ટ કરી બનાવ સંદર્ભે માહિતી મેળવેલ ત્યારે અજયભાઈ દ્વારા જણાવેલ કે હાલ હું શ્રીનાથજી પહોંચ્યો છું મોડીરાત સુધીમાં  આવી જાઈશ ત્યારે વધુ જાણકારી અને કેટલી વસ્તુઓ તથા રકમ ચોરી થઈ છે તે અંગે માહિતી આપીશ ખરેખર સ્થળ પર પ્રાથમિક દૃષ્ટિએ જોતા કોઈએ કાવતરું કર્યું હોય તેવુ જણાય રહ્યું છે અને જાણભેદુ હોવાની શંકા જણાય રહી છે હાલ ફરિયાદ નોંધાઇ નથી આવતી કાલે સવારે અજયભાઈ યાત્રાએ થી પરત આવે પછી ફરિયાદ નોંધાવશે. ત્યારે હવે તસ્કરોએ યાત્રાએ ગયેલા પરિવારના બંધ મકાનને નિશા બનાવવા શરૂ કર્યા છે.