કોરોનાના ૭૦૮૧ નવા કેસ, ૨૪ કલાકમાં ૨૬૪ના મૃત્યું

21

અત્યાર સુધીમાં ૪ લાખ ૭૭ હજાર ૪૨૨ દર્દીના મોત : હાલમાં દેશમાં ૮૩ હજાર ૯૧૩ કેસ એક્ટિવ છે જ્યારે ૩ કરોડ ૪૧ લાખ ૭૮ હજાર ૯૪૦ દર્દીઓ સ્વસ્થ થયા છે
નવી દિલ્હી,તા.૧૯
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૭ હજાર ૮૧ નવા કેસ મળી આવ્યા છે. તો ૭ હજાર ૪૬૯ લોકો સાજા થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ૨૬૪ લોકોના મોત પણ થયા છે. ર્સ્રકુએ કહ્યું કે હાલમાં દેશમાં ૮૩ હજાર ૯૧૩ કેસ એક્ટિવ છે જ્યારે ૩ કરોડ ૪૧ લાખ ૭૮ હજાર ૯૪૦ દર્દીઓ સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં ૪ લાખ ૭૭ હજાર ૪૨૨ દર્દીઓના મોત થયા છે. તો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૧ અબજ ૩૭ કરોડ ૪૬ લાખ ૧૩ હજાર ૨૫૨ ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી ૭૬ લાખ ૫૪ હજાર ૪૬૬ ડોઝ શનિવારે આપવામાં આવ્યા. નવા કેસ મળ્યા બાદ કુલ કેસની સંખ્યા ૩ કરોડ ૪૭ લાખ ૪૦ હજાર ૨૭૫ થઈ ગઈ છે, જ્યારે એક્ટિવ કેસમાં ૬૫૨ કેસનો ઘટાડો થયો છે. ૈંઝ્રસ્ઇએ કહ્યું કે અત્યાર સુધીમાં ૬૬ કરોડ ૪૧ લાખ ૯ હજાર ૩૬૫ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી ૧૨ લાખ ૧૧ હજાર ૯૭૭ સેમ્પલ્સનું પરીક્ષણ શનિવારે થયું. તો ભારતમાં કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા શનિવારે વધીને ૧૩૮ થઈ ગઈ છે. તેલંગાણાથી ૧૨ કેસ, કર્ણાટકથી છ, કેરળથી ચાર, જ્યારે મહારાષ્ટ્રમાં વધુ ત્રણ દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (૪૩), દિલ્હી (૨૨), રાજસ્થાન (૧૭) અને કર્ણાટક (૧૪), તેલંગાણા (૨૦), ગુજરાત (૭), કેરળ (૧૧) છે. આંધ્રપ્રદેશ (૧), ચંદીગઢ (૧), તમિલનાડુ (૧) અને પશ્ચિમ બંગાળ (૧)માં ઓમિક્રોન કેસ નોંધાયા છે. તેલંગાણામાં ઓમિક્રોનના વધુ ૧૨ નવા કેસ સાથે નવા વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા વધીને ૨૦ થઈ ગઈ છે. તેલંગાણાના આરોગ્ય વિભાગના એક બુલેટિનમાં જણાવાયું છે કે ૧૨ નવા દર્દીઓમાંથી બે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ હાઈ રિસ્ક દેશો’માંથી આવ્યા હતા જ્યારે ૧૦ લોકો અન્ય દેશોમાંથી આવ્યા હતા. ત્રણ દર્દીઓના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ છ કેસ નોંધાયા છે. સંક્રમણના છ કેસોમાંથી પાંચ કેસ દક્ષિણ કન્નડ જિલ્લાની બે શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયા હતા. હવે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે ટિ્‌વટ કર્યું, આજે દક્ષિણ કન્નડમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં કોવિડના બે ક્લસ્ટર નોંધાયા છે. ક્લસ્ટર એકઃ ૧૪ કેસ (જેમાંથી ચાર ઓમિક્રોનના છે). ક્લસ્ટર બેઃ ૧૯ કેસ (એક ઓમિક્રોનનો છે). બ્રિટનનો એક પ્રવાસી પણ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. કેરળમાં ઓમિક્રોન સંક્રમણના વધુ ચાર કેસ નોંધાયા પછી કુલ સંખ્યા વધીને ૧૧ થઈ ગઈ છે. તિરુવનંતપુરમમાં બે લોકો કોરોના વાયરસના આ વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. તેમાંથી એકની ઉંમર ૧૭ વર્ષ અને બીજાની ૪૪ વર્ષ છે. મલપ્પુરમમાં ૩૭ વર્ષીય વ્યક્તિ સંક્રમિત જોવા મળ્યો હતો જ્યારે ૪૯ વર્ષીય વ્યક્તિ ત્રિશૂરમાં સંક્રમણગ્રસ્ત મળી આવ્યો હતો. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘તિરુવનંતપુરમમાં સંક્રમિત થયેલ ૧૭ વર્ષીય વ્યક્તિ બ્રિટનથી આવ્યો હતો, જ્યારે ૪૪ વર્ષીય વ્યક્તિ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ટ્યુનિશિયાથી આવ્યો હતો. મલપ્પુરમમાં મળેલો દર્દી તાન્ઝાનિયાથી આવ્યો હતો, જ્યારે ત્રિશૂરનો વતની કેન્યાથી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે યુગાન્ડાથી પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા પરત ફરેલા પતિ-પત્ની અને તેમની ૧૩ વર્ષની પુત્રી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દંપતીની પાંચ વર્ષની અન્ય એક પુત્રી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છે, પરંતુ તેનામાં ઓમિક્રોન સંક્રમણ જોવા મળ્યું નથી. ચારેય લોકો ૯ ડિસેમ્બરે આફ્રિકન દેશ યુગાન્ડાથી સતારા જિલ્લાના ફલટન પરત ફર્યા હતા. ઓમિક્રોનના પ્રકોપને પગલે જિલ્લા અધિકારીઓએ તેમને શોધીને તેમનું ઇ્‌-ઁઝ્રઇ પરીક્ષણ કરાવ્યું. સિવિલ સર્જન ડૉ. સુભાષ ચૌહાણે જણાવ્યું કે ૩૫ વર્ષીય પતિ, ૩૩ વર્ષીય પત્ની અને તેમની ૧૩ વર્ષની પુત્રી કોરોના વાયરસથી સંક્રમિત હતા, જ્યારે નાની પુત્રીનો રિપોર્ટ સ્પષ્ટ નથી. આ પછી, ચારેયના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને મોકલવામાં આવ્યા હતા.