પૂ.બાપાની તિથિ નિમિત્તે ઠેર-ઠેર મઢુલી બનાવી પ્રસાદ વિતરણ

732
bvn612018-14.jpg

સદ્દગુરૂદેવ પૂ.બજરંગદાસબાપાની ૪૧મી પૂણ્યતિથિ નિમિત્તે સમગ્ર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર મઢુલીઓ બનાવી પ્રસાદ વિતરણ, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેરના ક્રેસન્ટ, ડોન, સુભાષનગર, ઘોઘાસર્કલ, મહિલા કોલેજ, તખ્તેશ્વર, જિ.પં. સામે, ગઢેચી વડલા, નિર્મળનગર, વડવા સહિતના વિસ્તારોમાં વિવિધ ગૃપ દ્વારા પૂ.બજરંગદાસબાપાની મઢુલીઓ બનાવી પૂજન-અર્ચન કરવા સાથે રાહદારીઓને ચોકલેટ-પીપરમેન્ટ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ગુરૂઆશ્રમ બગદાણા ખાતે હજારો ભાવિકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.