મોટા દેરાસરે આદિનાથદાદાની આજે ર૮૧મી સાલગીરી ઉજવાશે

766
bvn612018-8.jpg

ભાવનગર શહેરની સ્થાપના સાથે સંકળાયેલ આ જિનાલયનો ભવ્ય ઈતિહાસ છે. પ્રાચીન વાસ્તુશાસ્ત્રના ૧૦૦ ટકા સિધ્ધાંત પર બનાવાયેલું. આ ભાવનગરનું સૌથી પ્રાચીન સર્વપ્રથમ જિનાલય છે અને તેમાં પણ આ દેરાસરના મૂળનાયક પ્રતિમાજી તો લાખો વર્ષ પ્રાચીન છે. કહેવાય છે કે પૂર્વના સમયમાં આ પ્રતિમાજી શેત્રુંજય પર્વત પર બિરાજમાન હતા અને કાળક્રમે મલેચ્છોના આક્રમણથી આ પ્રતિમાજી ઘોઘા બંદરના પીરમબેટમાં સંતાડવામાં આવેલ અને ત્યાંથી મંત્રોચ્ચાર અને વિધિપૂર્વક આ જિનાલયમાં બિરાજમાન કરવામાં આવેલ.
આજે પણ ગામ વિભાગમાં પ્રિત વર્ષ સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થાય છે અને ભવ્ય આરાધનાઓ થાય છે. દરરોજ સાંજે પ્રતિક્રમણમાં ભાઈઓ-બહેનોની સંખ્યા ૬૦ જેટલી છે અને એક વિશિષ્ટ આરાધના છે. સંજોગો વસાત ગામ છોડીને પરાના વિસ્તારમાં રહેતા યુવાન ભાઈઓ બહેનો ૧૬ વર્ષથી ૪૦ વર્ષની દિકરીઓ-યુવાનો અને બહેનોનું ખાસ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. સવારે ૭ થી ૮ અચૂક દાદાના અભિષેક અને પૂજા કરવા રોજના રપ૦ જેટલા પધારે છે અને મનની ઈચ્છાઓની પ્રાપ્તી કરે છે.
આજે ર૮૧મી સાલગીરી પ્રસંગે શનિવારે સવારે ૭ કલાકે અભિષેક થશે અને ૯ કલાકે દાદાના શિખરે ધજા ચડશે. આ ધજાનું દ્રશ્ય દેશ-વિદેશમાં લાઈવ પ્રસારીત કરવામાં આવશે. ગચ્છનાયક પૂ.આ. હેમચંદ્ર સુરિ.મ.સા.ના ભરપૂર આશિર્વાદ મળેલ છે. વિશ્વમાં અજોડ એવો ભાવનગર સંઘની એકતા માટે સમગ્ર ભાવનગરના શ્વે.મૂ.તપા સંઘનો સંઘ સ્વામી વાત્સલ્યદાતાઓ તરફથી રાખેલ છે જેની પણ અનુમોદના છે. શનિવારે રાત્રે ભવ્ય આંગીના દર્શન કરવા સમગ્ર ભાવનગરના જૈનો ઉમટી પડશે.

Previous articleજમાઈને માર મારવાના ગુન્હામાં સસરા-સાળાને ત્રણ વર્ષની સજા
Next articleપૂ.બાપાની તિથિ નિમિત્તે ઠેર-ઠેર મઢુલી બનાવી પ્રસાદ વિતરણ