તળાજા શહેર ખાતે આજે હુતાત્મા દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી તરીકે પ્રતિવર્ષની જેમ તળાજા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલના સહયોગ થકી થયેલા આ માનવતાપૂર્ણ કાર્યક્રમમાં એકાવન રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. પ્રત્યેક રકતદાતાઓને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા.