સ્વાઈન ફલુ આશાસ્પદ યુવતીને ભરખી ગયો

751
bvn2582017-13.jpg

અમરેલી જિલ્લાના બગસરા ગામે રહેતા માળી પરિવારની એક આશાસ્પદ વિદ્યાર્થીનીનું સ્વાઈન ફલુને લઈને નિધન થતા ઘેરા શોકનું મોજુ ફરી વળ્યુ છે.
સમગ્ર બનાવ અંગે વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના બગસરા ગામની વતની અને હાલ ભાવનગર મોસાળમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી ત્રણ ભાઈઓ વચચેની એક બેનને છેલ્લા થોડા દિવસથી તબિયત નાદુરસ્ત હોય જે અંગે પરિવારે ખાનગી હોસ્પિટલ ત્યારબાદ ઘરે સારવાર હાથ ધરેલ. જેમાં આજરોજ સવારે સ્વાઈન ફલુ પોજીટીવ આવતા યુવતિના પરિવારજનોએ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. જેમાં ભાવનગરથી અમદાાવદ રવાના થયા તે દરમ્યાન અધવચ્ચે જ આશાસ્પદ વિદ્યાર્થીનીએ દમ તોડયો હતો. 
આ બનાવને પગલે માળી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. યુવતિની અંતિમવિધિ બગસરા ખાતે આરોગ્ય વિભાગની સૂચના-ગાઈડ લાઈન અનુસાર કરવામાં આવ્યા હતા.

Previous articleસિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
Next articleમાવતરો ગરબે જુમ્યા…