પ્રતિભા એકેડેમી દ્વારા છઠ્ઠી ઈન્ટરસ્કૂલ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૧૭ યોજાઈ

1340
gandhi2692017-3.jpg

ગાંધીનગરની જાણીતી સંસ્થા દ્વારા તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ “પ્રતિભા એકેડેમી” દ્વારા  રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સહયોગથી ગાંધીનગર ખાતે છઠ્ઠી ઈન્ટરસ્કૂલ  ચેસ ચેમ્પીયનશીપ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. 
ગાંધીનગરની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી બૌદ્ધિક શક્તિને ઉજાગર કરતી ચેસ સ્પર્ધાનું સંસ્થા દ્વારા સતત છઠ્ઠી વખત ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ગાંધીનગરની ૧૫થી વધુ શાળાઓના ૧૪૫ બાળકોએ ભાગ લીધો હતો. ૧૧ વિવિધ છખ્તી ગ્રુપમાં રમાયેલ આ સ્પર્ધામાં વિજેતા ૧ થી ૫ સ્પર્ધકોને કુલ ૫૫ મેડલ્સ તેમજ દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમના સમાપન સમારોહમાં ઉપસ્થિત હુડકો, ભારત સરકારના સ્વતંત્ર ડીરેક્ટર  એસ. કે. નંદા ખાસ ઉપસ્થિત રહેલ. તેઓએ પોતાના વક્તવ્યમાં બાળકોને ચેસની રમત પસંદ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવેલ કે ચેસની રમતથી બૌદ્ધિકતાનો વિકાસ થાય છે. ચેસના માધ્યમથી એકાગ્રતા, નિર્ણય શક્તિ સહિત અનેક ગુણો ખીલતા હોવાથી સ્પર્ધકોના માતા-પિતાને પણ ચેસની રમતમાં બાળકોને આગળ વધારવા શીખ આપી હતી. એસ. કે. નંદાએ પોતાના બાળપણથી માંડીને આજ દિન સુધીના કાર્યકાળ દરમ્યાનના વિવિધ પ્રસંગો થકી બાળકોને મોટીવેટ કરેલ. ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડૉ એસોસીએશન ના ટેકનીકલ ડાયરેક્ટર તેમજ જાણીતા વક્તા અરવિંદભાઈ રાણાએ પણ ચેસના માધ્યમથી બાળકોમાં યાદશક્તિ, શાળામાં પરિણામમાં વૃદ્ધિ સહિત અનેક ગુણો ખીલી ઉઠે છે તેની સમજ આપી હતી. ચેસની રમત રાજવી પરિવારની રમત છે તેમ જણાવીને વિજેતા બાળકોને અભિવાદીત કરેલ અને અન્ય બાળકોએ નિરાશ થયા વગર પ્રયત્નશીલ રહેવા જણાવેલ.
કાર્યક્રમના આયોજક તેમજ પ્રતિભા એકેડેમીના સંસ્થાપક ગૌરાંગભાઈ રાણાએ પણ બાળકોને અભિનંદન પાઠવેલ અને ગાંધીનગરના ચેસની રમતમાં ભાગ લેતા બાળકો માટે આગામી સમયમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવાની પણ ઈચ્છા વ્યકત  કરેલ.

Previous articleસરસ્વતિ વિદ્યાલય સે. -૬ માં ગરબાનું આયોજન
Next articleગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે વીવીપેટની ચકાસણી શરૂ કરાઈ