ગારિયાધારમાં મોંઘવારીના વિરોધમાં જીજેપીએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

787
bvn2692017-7.jpg

સમગ્ર દેશમાં મોંઘવારી મુદ્દે રોજબરોજ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો થાય છે. વળી પેટ્રોલ-ડિઝલના ભાવો તથા રાંધણગેસના ભાવો વધવાથી ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગના નાગરીકોની કમર જાણે તુટી ગઈ હોય તેવું દર્શાય છે.
જ્યારે આ તમામ પ્રશ્ને આજરોજ ગુજરાત જનચેતના પાર્ટીના કોષ્યાધ્યક્ષ તથા જિલ્લા મહામંત્રી દ્વારા કાર્યકરોની સાથે એક રેલી ગારિયાધારમાં કાઢવામાં આવી. જેમાં સાથોસાથ મોંઘવારીના રાક્ષસનું પુતળુ પણ ફેરવવામાં આવ્યું અને વિકાસ ગાંડો થયો છેના નારાઓ પણ લાગવામાં આવ્યા ત્યારબાદ આ રેલી અત્રેની મામલતદાર કચેરીએ જઈને મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં વિકાસના મસમોટા બણગાઓ ફુંકતી કેન્દ્ર સરકાર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવેલ.