બોટાદ જીલ્લાના રાણપુરમાં તાલુકા હેલ્થ કચેરી ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં આરોગ્ય કર્મચારી/આશા બહેનોને સારી કામગીરી અંતર્ગત પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ.ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર,તાલુકા સુપરવાઈઝર,તાલુકા હેલ્થ વિઝીતર,તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ,મેડીકલ ઓફિસર નાગનૅશ તથા RBSK ટીમ વગેરે ઉપસ્થિત રહેલ.કાર્યક્રમ દરમિયાન રસીકરણ/RBSK કાર્યક્રમ/હેન્ડ વોશ વગેરે આરોગ્ય વિષયક પપેટ શો દ્વારા માહિતગાર કરવામાં આવેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર