રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ દ્વારા તા.૩ના રોજ અભ્યાસ વર્ગ યોજાયો

47

આ વર્ગમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષજી અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિત, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત અધ્યક્ષ અને પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય સચિવભીખાભાઇ પટેલ તથા રાજ્યના સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ , પ્રાંત વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરૂણભાઇ જોશી,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રાંતના બૌદ્ધિક પ્રમુખ કૈલાશભાઈ ત્રિવેદી , ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તથા સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના પ્રચાર પ્રમુખ અતુલભાઇ ઉનાગર, આ પ્રાંત ઉપાધ્યક્ષ સરદારભાઈ મછાર, ગુજરાતના પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ , મધ્ય સંભાગ ના સંગઠન મંત્રી અનિરુદ્ધ પટેલ, પ્રાંત આંતરીક ઓડીટર દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.કુલ ૭ સત્રો દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કાર્યપદ્ધતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ,માતૃશક્તિ ની સંગઠનમાં ભૂમિકા અને વિસ્તાર, પદાધિકારીઓ અને કચેરી સાથેનો વ્યવહાર, સંઘ અને સંઘવૈચારિક સંગઠનનો સંબંધ, સંગઠનમાં વિવિધ જવાબદારીનું વહન અને કાર્યકર્તા ની સભાનતા,વિષય પર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. અને સંગઠનને વધુ મજબૂત કરવા નો પ્રયત્ન કરવાનો મંત્ર આપવામાં આવ્યો. .સાથે આ વર્ગમાં પ્રાથમિક ,માધ્યમિક ,ગ્રાન્ટેડ ના કુલ મળીને જિલ્લાના ૨૫૦ જેટલા જવાબદાર કાર્યકર્તા હાજર રહ્યા. અભ્યાસ વર્ગના ઉદ્ધાટન સત્ર મુખ્ય અતિથિ તરીકે સંત પ્રસાદ સ્વામી, મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત અને સત્રના અઘ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ સાહેબ ની અધ્યક્ષતા માં થયુ. મોહનજીએ ઉદ્‌ઘાટન સમારંભમાં અભ્યાસ વર્ગનુ મહત્વ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ વૈચારિક પ્રતિબદ્ધતા ધરાવતું એક અનોખું સંગઠન છે અને આથી જ અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાનુ ધડતર કરી અને સંગઠનના કાર્યક્રતાના નિમાર્ણ નું કાર્ય એ અભ્યાસ વર્ગના માધ્યમ થી જ શક્ય છે. બીજા સત્રમાં ના પ્રાંત અધ્યક્ષ અને રાષ્ટ્રીય સચિવ ભીખાભાઈ પટેલે મહાસંઘ ની કાર્યપદ્ધતિ વિશે જણાવતા કહ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રના હિત માં શિક્ષા .. શિક્ષા કે શિક્ષક…અને શિક્ષકના હિતમાં સમાજ … ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું એક અનોખું સંગઠન છે. મોહનજી એ સંગઠનના પદાધિકારીઓ અને કચેરી સાથે વહેવાર કઈ રીતે કરવો એ બાબતે ખૂબ જ અદભુત માર્ગદર્શન પુરુ પાડ્યું. પ્રાંત સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા આદર્શ કાર્યકર્તા ના ગુણ વિશે સમજ આપવામાં આવી. અતુલભાઇ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ રાષ્ટ્ર સેવા કરવા માટેની ગીતા છે જે શિક્ષકને તેના કર્તવ્યપથ નું દર્શન કરાવે છે. જેના થકી દરેક શિક્ષક રાષ્ટ્રની સેવા કરી ભારતના ભાવિ નું ઘડતર કરી ભારતમાતાને પરમ વૈભવ સુધી પહોંચાડી અને દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કાર્યપદ્ધતિ વિશે અધ્યક્ષ ભીખાભાઈ દ્વારા વિવિધ ઉદાહરણો દ્વારા ખુબ સુંદર રીતે પાથેય પ્રદાન કરવામાં આવ્યું. પલ્લવીબેન પટેલ દ્વારા માતૃશક્તિની સંગઠનમાં ભૂમિકા અને વિસ્તાર વિષય ઉપર માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. પ્રાંત વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરુણભાઈ એ સંગઠનમાં કાર્યકર્તાની ભૂમિકા વિષય ઉપર સુંદર માર્ગદર્શન આપ્યું. સમાપન સમારોહમાં મોહનજીએ કહ્યું કે કાર્યકર્તા માં અથાહ ધર્ય અને ગહન ચિંતન હોવું જોઈએ અને કાર્યકર્તાનું કર્મ ચિંતનથી યુક્ત અને અહંકાર રહિત હોવું જોઈએ. સંગઠન યાત્રા એ માનવથી મહામાનવ બનવાની યાત્રા છે. સંગઠન કાર્ય એ ઈશ્વરીય કાર્ય છે અને દરેક કાર્યકર્તાએ પૂર્ણ મનોયોગથી સંગઠન કાર્યમાં લાગી અને સંગઠનનું આદેશ એ ઈશ્વરનો આદેશ છે એ માંની અને કાર્ય કરવું જોઈએ.સમગ્ર વર્ગ ને સફળ બનાવવા દાહોદ તાલુકાના કાર્યકર્તા નો સવિશેષ સહકાર રહ્યો.

Previous articleશહેરમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂની ૧૯૫ બોટલ દારૂ ઝડપાયો
Next articleહડમતાળા પાસે ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત : યુવાનનું મોત