હડમતાળા પાસે ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત : યુવાનનું મોત

58

અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છુટ્યો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામના પાટીયા પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. મરણ જનારના કાકાએ અકસ્માત સર્જી ભાગતા ડમ્પર ચાલકનો પીછો કર્યો હતો પણ સાંકડા રસ્તાનો લાભ ઉઠાવી ચાલક નાસી છુટ્યો હતો. રાણપુર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ વાહન અકસ્માતની જાણવા મળેલ વિગતો મુજબ રાણપુર તાલુકાના હડમતાળા ગામે રહેતા દેવાભાઇ ભનાભાઇ મારૂ (ઉ.વ.૪૦) નામનો યુવાન તેમના મોટાભાઇનો દિકરો ગોપાલભાઇ બાલાભાઇ મારૂ ગત બપોરના સુમારે હડમતાળા પાટીયાની આગળ રાણપુર તરફ પ્રભુભાઇના જીન પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ ડેમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાતા ગોપાલભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ વેળાએ દેવાભાઇ મારૂએ તેમની બાઇક લઇ ત્યાંથી પસાર થઇ રહ્યા હોય અકસ્માત સર્જનાર ડમ્પરનો તેમણે પીછો કર્યો હતો પરંતુ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર પુરઝડપે ચલાવી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના કાકા દેવાભાઇ મારૂએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ દ્વારા તા.૩ના રોજ અભ્યાસ વર્ગ યોજાયો
Next articleસંસ્કાર ભારતી, વીઆરટીઆઇના સંયુક્ત ઉપક્રમે યોજાયું ચિત્ર પ્રદર્શન