ગાંધીનગરની પાંચ વિધાનસભાની ચૂંટણી વીવીપેટથી યોજાશે

981
gandhi2792017-1.jpg

ગાંધીનગર જિલ્લામાં આવતી પાંચ વિધાનસભા ક્ષેત્ર દહેગામ, ગાંધીનગર, ઉત્તર ગાંધીનગર, દક્ષિણ ગાંધીનગર, માણસા અને કલોલમાં ઈવીએમ, વીવીપેટ મશીનોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ બેઠકો પર વીવીપેટથી જ ચૂંટણી યોજવાની કલેકટર અને ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી. ગાંધીનગર જિલ્લામાં નવા ૩૩, ૫૨૫ મતદાર નોંધાયા છે. તેની સાથે જિલ્લાની વિધાનસભાની ૫ બેઠકના વિસ્તારમાં મતદારોની કુલ સંખ્યા ૧૧.૬૯ લાખને પાર થઇ ગઇ છે. હજુ આગામી દિવસોમાં પણ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અમલી કરવામાં આવશે. પરિણામે મતદારની આખરી સંખ્યામાં નજીવો ફેરફાર આવશે. યાદીની સુધારણાની પ્રક્રિયા દરમિયાન ૧૫, ૯૫૪ જેટલા નામ મતદાર યાદીમાંથી રદ પણ કરવામાં આવ્યા હોવાથી જિલ્લામાં ૧૭, ૫૭૧ મતદારનો વધારો થયો છે. સૌથી વધુ ગાંધીનગર દક્ષિણ બેઠકના વિસ્તારમાં ૧૨, ૩૧૭, કલોલમાં ૬, ૬૭૨, માણસામાં ૫, ૧૦૯, ગાંધીનગર ઉત્તર બેઠક વિસ્તારમાં ૪, ૭૫૪ અને સૌથી ઓછા દહેગામમાં ૪, ૬૭૩ મતદાર નવા નોંધાયા છે. જિલ્લા તંત્ર દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તેમાં સ્વાભાવિક રીતે જ મતદાર યાદીને સઘન કરવા પર ભાર મુકવામાં આવ્યો છે અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરીને યાદી જાહેર કરી દેવાઇ છે. આ સાથે ગાંધીનગર દક્ષિણ બેઠકમાં સ્ત્રી મતદારની સંખ્યા ૧,૪૭,૩૦૩ અને પુરુષ મતદારની સંખ્યા ૧,૫૫,૫૪૪ થઇ છે. જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠક પર સ્ત્રી મતદારની સંખ્યા ૧,૧૧,૪૮૫ અને પુરુષ મતદારની સંખ્યા ૧,૧૮,૬૭૭ થઇ છે. કલોલ મત વિસ્તારમાં સ્ત્રી મતદારની સંખ્યા ૧,૦૭,૯૮૧ અને પુરુષ મતદારની સંખ્યા ૧,૧૫,૨૮૯ થઇ છે. માણસા વિધાનસભામાં સ્ત્રી મતદારની સંખ્યા ૧,૦૨,૬૬૬ અને પુરુષ મતદારની સંખ્યા ૧,૦૯,૭૪૨ થઇ છે. જ્યારે દહેગામ મતક્ષેત્રમાં સ્ત્રી મતદારની સંખ્યા ૯૭,૯૪૫ અને પુરુષ મતદારની સંખ્યા ૧,૦૨,૭૯૦ થઇ છે.જિલ્લાની ૫ વિધાનસભા બેઠક પૈકી ગાંધીનગર દક્ષિણ મત વિસ્તારમાં સૌથી વધુ ૩,૦૨,૮૪૯, ગાંધીનગર ઉત્તર મત વિસ્તારમાં ૨,૩૦,૧૬૯, કલોલ મત વિસ્તારમાં ૨,૨૩,૨૭૨, માણસા મત વિસ્તારમાં ૨,૧૨,૪૧૪ અને દહેગામ મત વિસ્તારમાં સૌથી ઓછા ૨,૦૦,૭૪૩ મતદાર સંખ્યા થઇ ગઇ છે. જિલ્લામાં ‘થર્ડ જેન્ડર’ મતદાર સંખ્યા વધીને ૨૫ થઇ વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ વખતે જિલ્લામાં થર્ડ જેન્ડર મતદારની સંખ્યા ૨૦ હતી. આવા કોઇ મતદાર મતદાનથી વંચિત ન રહે તેના માટે વિશેષ શોધ ચલાવાતા નવા ૫ મતદાર મળી આવવા સાથે હવે તેની સંખ્યા ૨૫ થઇ છે. તેમાં દહેગામ બેઠકમાં ૮, ગાંધીનગર ઉત્તરમાં ૭, માણસામાં ૬ અને ગાંધીનગર દક્ષિણ તથા કલોલમાં ૨-૨ થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે.

Previous articleએન.આર.જી. ફાઉન્ડેશન ખાતે હરીશભાઈ ગોહિલ વય નિવૃત
Next articleઈનોકસ થિયેટરનું સફાઈ અભિયાન : નવીન પ્રયોગ