ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા નગરજનોને, પુરાતન સંસ્કૃતિની જાળવણી કરતી એક વધુ ભેટ

92

વિભાવરીબેન દવેના પ્રયત્નોથી ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરસિંહજીના પૂર્વજોએ બંધાવેલ રુવાપરી મંદિરનું નવનિર્માણ કાર્ય
પ્રજાહિત જેના હૈયે છે અને લોકકલ્યાણના કામોથી જાણીતા ભાવનગરના રાજવી પરિવારે જે રુવાપરી મંદિર બનાવેલ, તે ભાવનગર પૂર્વના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા વિભાવરીબેન દવેના સંનિષ્ઠ પ્રયાસો અને રાહબરી હેઠળ સરકારશ્રીના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા પોણા બે કરોડનાં ખર્ચે કરવામાં આવ્યું છે. તાજેતરમાં રુવાપરીમાતાનાં દર્શને જતા ભક્તજનો મંદિરનો કાયાપલટ જોઈને અચરજ અનુભવવા લાગ્યા, કારણ કે મંદિરનો વિશાળ પ્રવેશદ્વાર તેમજ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે તેવું મોટું મેદાન અને સ્ટેજ- શમિયાણો જોઈને લોકો નવાઈ પામતા. રુવાપરી માતાના આ મંદિર ખાતે તારીખ ૬,૭ અને ૮ મે ૨૦૨૨ ના રોજ ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરસિંહજી સહિત ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન (દીદી) સહિત એક્સલના જનરલ મેનેજર અમિતભાઇ મહેતા, માતૃધમ અકવાડાના ઝરણામાં સહિત વિવિધ આગેવાનો અને પ્રતિષ્ઠિત લોકો તારીખ ૮-૫-૨૦૨૨ અને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે થનાર હવનવિધિમાં ઉપસ્થિત રહેવાના છે.અત્રે ઉલ્લેખનીય છે કે માવતર સંસ્થા દ્વારા ભાવનગર શહેરના વૃદ્ધોની સેવા જેવા કેટલાયે લોકઉપયોગી કામોમાં મોખરે એવા વિભાવરીબેન દવેએ તેમના પતિ સ્વ. શ્રી વિજયભાઈ દવેના સ્મરણાર્થે ભગવતી શ્રી રાંદલમાં તેમજ શીતળામાતાજીની મૂર્તિના દાતા તરીકે ધાર્મિક જવાબદારી ઉપાડી છે જ્યારે રાધાકૃષ્ણ તેમજ નંદી અને કુર્મ સહિત શિવજીના ગણની મૂર્તિના દાતા તરીકે સ્વ. જીતુભાઈ ભટ્ટ છે. સમગ્ર ત્રિદિવસીય મહોત્સવની ધાર્મિક વિધિના આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી શાંતિભાઈ ભટ્ટ જવાબદારી નિભાવવાના છે ત્યારે ભાવનગરના તમામ ભક્તો દર્શનાર્થીઓને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleઆખરે ભાવનગર Fire & Rescue ટીમને આધુનિક સાધનો આપવામાં આવ્યા
Next articleકેદારનાથના કપાટ ખુલ્યા, કડકડતી ઠંડી છતાં શ્રદ્ધાળુઓની ભીડ