સર ટી.માં જોખમી બિલ્ડીંગ સંદર્ભે બેનર લગાડી તંત્રએ હાથ ખંખેર્યા !

50

ભાવનગરની સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ છેલ્લા એક-દોઢ વર્ષથી જર્જરીત હોવાનું સામે આવ્યું છે. આ બિલ્ડીંગ જોખમી પણ બન્યું છે અને કોર્પોરેશનને ઉતારી લેવા નોટીસ આપેલી છે. જો કે, બિલ્ડીંગને ઉતારવા કે રિપેરીંગ માટે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી તેમાં સરકારમાંથી મંજુરી અને ફંડની રાહ જોવાઇ રહી છે તે પણ હકિકત છે. દરમિયાનમાં નવા બિલ્ડીંગના પાંચમાં માળે ‘આ બિલ્ડીંગનો જર્જરીત ભાગ હોય ઉપયોગ કરવો નહીં’ તેમ લખી તંત્રવાહકોએ બેનર લગાવી દીધા છે. પરંતુ આજ જગ્યાની બાજુમાં આંખનો વોર્ડ ધમધમે છે અને દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ તંત્રએ આ બેનર લગાવી લોકોને દુર રહેવા જણાવી પોતાના હાથ ખંખેરી લીધા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. કાલ ઉઠીને કોઇ બનાવ બને તો આખરે જવાબદારી કોની ? તે પ્રશ્ન થઇ રહ્યો છે.