જેલરોડ નજીક કાર ડીવાયડર સાથે અથડાઈ

1020
bvn1452017-1.jpg

શહેરના જેલ રોડ પર સાંજના સુમારે ભાવનગરથી પાલીતાણા કાર લઈ જઈ રહેલા ચાલકે સ્ટીયરીંગ પરની કાબુ ગુમાવતા કાર ડીવાયડર સાથે અથડાી હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ કારને ઘણુ ખરૂ નુકશાન થયું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાના ચોક ગામે રહેતા બાબુભાઈ લાખુભાઈ મકવાણા (ઉ.વ.પપ) પોતાની કાર નં.જી.જે.૪.સી.જે. ૦૩૯૧ લઈ ભાવનગરથી પાલીતાણા તરફ જતા હતા તે વેળાએ જેલ રોડ નજીક ચાલકની આંખો અંજાઈ જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાયડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાબુભાઈને સામાન્ય ઈજા થવા પામી હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Previous articleખારો ડેમનું પાણી વ્યર્થ વહાવી દેતા ધરતીપુત્રો લાલઘૂમ
Next articleઢસા ખાતે ઝોનલ કક્ષાનો આવાસ મેળો યોજાશે