ખારો ડેમનું પાણી વ્યર્થ વહાવી દેતા ધરતીપુત્રો લાલઘૂમ

907
bvn1452017-3.jpg

એક બાજુ દેશના વડાપ્રધાન સૌની યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના મહત્વના ચેકડેમો ભરવાની અને ખેડૂતોમાં ખુશહાલી લાવવાની વાતો કરી રહ્યા છે અને મોટા મોટા તાયફાઓ કરીને આવી યોજનાનું લોકાર્પણ કરી રહ્યા છે તો બીજી બાજુ અણઘડ આવડત ને લઈને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ પાલીતાણા ના ખારો ડેમ વિસ્તારના ખેડૂતો ની થઈ છે અને હવે આ મુદાને લઈને આ વિસ્તારમાં આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પાલીતાણા નજીક આવેલ ખારો ડેમ કે જે આજુબાજુના ગામોમાં પિયતના પાણી અને પીવાના પાણી માટે ઉપયોગમાં આવતો શેત્રુજી ડેમ પછીનો મહત્વ નો ડેમ છે, આ ડેમ ને સૌની યોજના અંતર્ગત પાણી ભરવાને બદલે તંત્ર ના અણઘડ આવડત ને કારણે ખાલી કરી નાખવામાં આવ્યો છે, આજ થી પાંચ દિવસ પહેલા આ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને હજારો ગેલન પાણી વેડફી નાખવામાં આવ્યું હતું, જે તે સમયે ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને પાંચ સાત દિવસ બાદ દરવાજા ખોલી પાણી ખાલી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી, જો પાંચ દિવસ પાણી રહેવા દેવામાં આવ્યું હોત તો ખેડૂતો એક પાણ લઈ શકે તેમ હતા અને તેમનો મુરજાતો પાક બચી શકે તેમ હતો પરંતુ તંત્ર ની અણઘડ આવડતના કારણે પાંચ દિવસ પહેલા ૭ તારીખના રોજ ડેમ ના બે દરવાજા ખોલી ને ડેમ ખાલી કરી નાખ્યા બાદ આજ દિન સુધી ડેમના દરવાજા નું કોઈ પણ પ્રકાર નું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું નથી, ત્યારે આજે ફારી આ વિસ્તારના ખેડૂતો માં રોષ ફાટી નીકળ્યો હતો, રીપેરીંગ ના બહાને ડેમ ખાલી કરી નાખતા માથા પર આવેલ પાક નિષ્ફળ ગયો છે, હરિયાળા ખેતરો માં ઉભો પાક પાણી વાંકે મુરજાઈ રહ્યો છે અને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે જો દરવાજા પાંચ દિવસ સુધી રીપેરીંગ કરવાના જ ન હતા તો શા માટે ડેમ ખાલી કરી નાખવામાં આવ્યો? ખેડૂતોને કેમ એક પાણ લેવા દેવામાં આવ્યું નહિ? ખરેખર મોટા તાયફો કરવાની જરૂર નથી પરંતુ ખેડૂતોની સાચી વેદના સંભાળવા ની જરૂર છે.