રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદીરે ત્રણ દિવસીય સત્સંગ પારાયણ યોજાઈ…

14

પૂ.અધ્યાત્મ ચિંતનસ્વામી એ ત્રણ દિવસ સંત મહીમા ઉપર પારાયણ કરી,મોટી સંખ્યામાં હરીભક્તોએ લાભ લીધો…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પ્રમુખસ્વામી માર્ગ ઉપર આવેલ BAPS સ્વામિનારાયણ મંદીર ખાતે પવિત્ર શ્રાવણ માસ તથા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિદ્વાન સંતોની હાજરીમાં ભવ્ય સભા તેમજ ત્રણ દિવસીય સત્સંગ પારાયણ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વક્તા તરીકે પૂ.અધ્યાત્મ ચિંતન સ્વામી એ ત્રણ દિવસ સુધી સંત મહીમા વિષય ઉપર કથા કરી હતી આ કથા નું આયોજન પૂ.મુનીસેવાદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ ત્રણ દિવસીય પારાયણ માં ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,RMP બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,પ્રદેશ ભાજપના આગેવાન નરેન્દ્રભાઈ દવે,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા,મંદીરના સ્વયંસેવક ભરતભાઈ ચૌહાણ,ઘનશ્યામભાઈ પુજારી,દીલીપભાઈ ચૌહાણ,જીગ્નેશભાઈ ગદાણી સહીત મોટી સંખ્યામાં હરીભક્તોએ પારાયણ નો લાભ લીધો હતો અને અંતિમ દિવસે મહાપ્રસાદ નું આયોજન પણ કરાયુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી..
Next articleરાણપુર જીલ્લા પંચાયતની સીટના સદસ્ય કેશુભાઈ પંચાળા દ્વારા મતવિસ્તારમાં 103 બાકડા મુકવામાં આવ્યા..