ઠાકોર સમાજ દ્વારા જનાદેશ સભા યોજાઈ

633
bvn2892017-17.jpg

ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે ગુજરાત ઠાકોર સમાજ દ્વારા જનાદેશ સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતો, યુવાનોની રોજગારી, દારૂબંધીના કડક અમલ સહિતના મુદ્દાઓ પર રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જો સરકાર સમાજની અપેક્ષા પૂર્ણ નહીં કરે તો આગામી ચૂંટણીમાં લડી લેવાશે તેવી ચિમકી આપી હતી.