અણુમથકનો વિરોધ મુળભુત યોજના સંબંધે વાસ્તવિક્તાની અજ્ઞાનતા છે : પરમાણુ સહેલી

961
bvn2892017-1.jpg

ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પરમાણુ સહેલી નિલમ ગોયલે  એક સેમીનારનું આયોજન કરેલ. જેનો મુખ્ય વિષય ભાવનગર જિલ્લાના છાયા મીઠી વીરડી ખાતે ૬૬૦૦ મેગા વોટ પરમાણુ વિજળી પરિયોજનાની સ્થાપનાને ભારત સરકાર તરફથી મંજુરી મળેલ તે હતો. આ પરિયોજના ભારતની ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ અને અમેરીકાના સહયોગમાં તૈયાર કરવામાં આવેલ હતી.આ યોજનાની મંજુરી બાદ તુરત જ તેના માર્ગમાં પાંચ પ્રકારના પડકારોએ તેના માર્ગમાં અવરોધ ઉભો કરવાની શરૂઆત કરી દીધી આ પાંચ પડકારોમાં પહેલો પડકાર સ્થાનિક જન પ્રતિનિધિ, સ્થાનિક પાર્ટી કાર્યકર્તા, એન્ટી એકટીવીટીઝ બીઝનેસ કર્તા જેમકે સમાજ સેવક અથવા માથાભારે તત્વો બીજો : આંતરાષ્ટ્રીય સબંધ, ત્રિજો : આંતર રાજય સબંધ ચોથો : વળતરની રકમ, પાંચમો : નાણાની વ્યવસ્થા.
પરમાણુ સહેલીએ જણાવ્યુ કે આ દરેક અવરોધો મૂળભૂત યોજના સબંધે વાસ્તવિકતાની અજ્ઞાનતા છે.
૬૬૦૦ મેગા વોટની ગુજરાત  છાયા મીઠીવીરડી અણુ વિધુત મથક અન્વયે અહીનાં સ્થાનિક લોકોની અજ્ઞાનતાના કારણે આ પરિયોજનાનો મરવા મારવા સુધી વિરોધ નોંધાવ્યો. સ્થાનિક લોકોને અગર આ પરિયોજના સંદર્ભે જ્ઞાન હોત તો આજે આ પરિયોજનાથી પ્રતિ વર્ષ પ૦ અરબ યુનિટ વિજળીનું ઉત્પાદન થઈ રહયું હોત. સને ર૦૧પ ભારત તથા જોડાણ વાળી કંપની (ન્યુ કિલયર પાવર કોર્પોરેશન  ઈન્ડિયા લિમીટેડ)  તરફથી એક ૧પ સભ્યોની ટીમે મીઠી વીરડીની મુલાકાત લીધી. સ્થાનિક લોકોએ આ ટીમને ભગાડી દીધી અને ત્યારબાદ થોડા સમય પછી આ પરમાણુ સહેલીએ મીઠી વીરડીની મુલાકાત લીધી ત્યાના અમુક નામાંકીત તેમજ જાહેર લોકોને મળી ઉપરાંત તેઓની સાથે વાન્‌ીત કરી. શરૂઆતમાં તો તમામ લોકોએ પરમાણુ યોજનાનો વિરોધ કર્યો પરંતુ પરમાણુ સહેલીએ કહયું કે હું કોઈ  કંપની કે સરકારની પ્રતિનિધી નથી. પરમાણુ સહેલીએ તો ભારતના વિજળી ઘરો તેની કાર્યપ્રણાલી તેમજ સ્થાનિક લોકોના સ્વાસ્થય ની સુખાકારી બાબતે નો અભ્યાસ કરેલ છે અને રાજસ્થાન વિશ્વ વિધાલય ખાતેથી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવેલ છે જેના કારણે ઉર્જા વિજળીના સંદર્ભમાં વાસ્તવિકતાથી જાગૃત કરાવવા પરમાણુ સહેલીનું કર્તવ્ય છે. પ્લાન્ટ જયાં પણ લાગે તેનાથી પરમાણુ સહેલીને કોઈ વાંધો નથી પરંતુ સ્થાનિક જનતાની અજ્ઞાનતાને કારણે એક વિશાળ ચંદ્રમુખી વિકાસની યોજના વેડફાય જાય તમ ન થવું જોઈએ. ભારતમાં ર૧ પરમાણુ વિજળી ઘર નિર્માણાધીન છે. અત્યાર સુધી આ વિજળી ઘરોને કારણે એકપણ સામાન્ય મનુષ્ય મરણ નથી પામ્યો. 
પરમાણુ સહેલીએ સૈારાષ્ટ્ર ચેમ્બર્સમાાં ઉપસ્થિત દરેક વ્યકિતઓને ભારતની સમગ્ર વિજળી યોજના, સૈાર ઉર્જા, પરમાણુ વિજળી યોજના અને થર્મલ તથા બહારની સહાયથી બનનારી દરેક યોજનાઓ વિશે સ્પષ્ટ રીતે જાણકારી આપી. ભારતની પરમાણુ સહેલીએ જણાવ્યુ કે ગુજરાત પ્રદેશને કુલ વિજળી યોજનાઓ અંતર્ગત ૩૦૦૦ યુનિટ પ્રતિ વ્યકિત પ્રતિવર્ષથી વધારે વિજળીનું ઉત્પાદન કરવાનું બાકી છે. તેના માટે ગુજરાતને પ૦૦૦ મેગાવોટથી અધિક થર્મલ / કોલસા પાવર પ્લાન્ટ, ૧૦,૦૦૦ મેગાવોટ થી પણ અધિક પરમાણુ વિજળી ઘર બનાવવાની જરૂરીયાત છે તેમ થવાથી વાસ્તવિક રૂપમાં ગુજરાતના દુર દુરના ગામડાના વિસ્તારોમાં ઘરે ઘરે પ્રકાશ સંભવ બની શકશે, સાથે સાથે ખેતીમાં, વ્યવસ્થામાં તેમજ નવા નવા નાનામોટા ઉધોગો ને પણ વિજળીની જરૂરી માત્રા મળી રહેશે. વિજળીના મોટા વિધાસના ત્રણ સ્થંભ ખેતી, ઉધોગ, ધંધા તેમ વ્યવસ્થાની સ્થાપના છે.

Previous articleઠાકોર સમાજ દ્વારા જનાદેશ સભા યોજાઈ
Next articleમોબાઈલ પર તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝપટે ચડ્યા