પ સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકો પોતે આ જ શિક્ષક બની અને સ્વયં શિક્ષકની અનુભુતિ કરેલ. સાથોસાથ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ધોરણ ૧ થી પમાં ચિત્ર સ્પર્ધા તથા ધોરણ ૬ થી ૮માં નિબંધ સ્પર્ધા યોજાણી હતી. ડો.સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોનો આ એક અનોખી ઉજવણી કરી હતી. જેમાં બાળકોના જીવનમાં શિક્ષકની ભુમિકા તથા શિક્ષકનું મહત્વ સમજાવવા આજ બાળકો પોતે એક દિવસ શિક્ષક બની અને બાળકોને સહઅભ્યાસક પ્રવૃત્તિ પણ કરાવી હતી. આ ઉજવણીમાં આચાર્યની ભુમિકા જુણેજા સુજાનબેન તથા વાયસ આચાર્ય પઠાણ તબસ્સુમ અને વિવિધ વિષય શિક્ષક તરીકે લાખાણી ફિયાઝ તથા બુકેરા સહેતાજબેન અને રાઠોડ ભુમિકાબેન અને મકવાણા મનાલીએ ધોરણ ૬ થી ૮માં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. જ્યારે ૧ થી પમાં પરમાર કિંજલ તથા દિવાન આતિકા તથા રાઠોડ સુજાન અને મધ્યાહન ભોજન સંચાલનની ભુમિકા પરમાર આકાશ તથા સુપરવાઈઝરની ભુમિકા મહેતર સિરાજભાઈએ બજાવી હતી. સુંદર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ઉમેશદાસ ગોંડલીયાએ દરેક બાળકોને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર સ્ટાફગણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.