મતદાર જાગૃતિ રથનું ચૂંટણી અધિકારીના હસ્તે પ્રસ્થાન

916
bvn28102017-11.jpg

આજે તા. ૨૭ ઓકટોબરે  ભાવનગરની કલેકટર કચેરી ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે મતદાર જાગ્રુતિ રથને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ મતદાર જાગ્રુતિ રથ તા. ૨૭/૧૦થી તા. ૨૫/૧૧ સુધી જિલ્લામાં ફરશે અને લોકોને  વિજાણુ મતદાન યંત્ર તથા વી. વી. પેટ દ્વારા કઈ રીતે મત આપી શકાય તેની જાણકારી આપશે. તેમજ રથ સાથે ફરજ પરના કર્મચારીઓ વધુ પ્રમાણમાં મતદાન થાય તે મુજબના પ્રયત્નો કરશે.     જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે  જિલ્લામાં તા. ૦૯/૧૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ યોજાનાર છે ત્યારે આ મતદાર જાગ્રુતિ રથ દ્વારા મતદારોને જાગ્રુત કરાશે મત આપવા માટેની પદ્ધતિની જાણકારી આપવામાં આવશે.   આ પ્રસંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, સ્વીપના નોડલ અધિકારી અને  જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી સહિત સ્વીપ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ક્યા દિવસે કઈ બેઠક ઉપર રથ ફરશે, આ રહી વિગતો
મતદાર જાગ્રુતિ રથ ૧૦૪-પૂર્વ વિધાનસભા ક્ષેત્રના ભાવનગર શહેર પૂર્વ વિસ્તારમાં તા. ૨૭/૧૦થી તા. ૨૯/૧૦ સુધી, ૧૦૫-પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ભાવનગર શહેર પશ્ચિમ વિસ્તારમાં તા. ૩૦/૧૦થી ૦૧/૧૧ સુધી, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ક્ષેત્રના ઘોઘાના વિસ્તારમાં તા. ૦૨/૧૧થી ૦૪/૧૧ સુધી, ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૫/૧૧થી ૦૭/૧૧ સુધી, ભાવનગર જિલ્લાના મત ક્ષેત્ર શિહોરના વિસ્તારમા તા. ૦૮/૧૧થી તા. ૧૦/૧૧ સુધી, ૧૦૨- પાલીતાણા વિધાનસભા ક્ષેત્રના પાલીતાણા નગરપાલિકા વિસ્તાર તથા ગામોમાં તા. ૧૧/૧૧થી ૧૩/૧૧ સુધી, ૧૦૧- ગારીયાધાર વિધાનસભા ક્ષેત્રના ગારીયાધાર નગરપાલિકા વિસ્તાર તથા ગામોમાં તા. ૧૪/૧૧થી ૧૬/૧૧ સુધી, ૧૦૦-તળાજા  વિધાનસભા ક્ષેત્રના તળાજા નગરપાલિકા વિસ્તાર તથા ગામોમાં તા. ૧૭/૧૧થી ૧૯/૧૧ સુધી, ૦૯૯-મહુવા વિધાનસભા ક્ષેત્રના મહુવા નગરપાલિકા વિસ્તાર તથા ગામોમાં તા. ૨૦/૧૧થી ૨૨/૧૧ સુધી, જેસર તાલુકામાં તા. ૨૩/૧૧થી ૨૫/૧૧ સુધી ફરશે અને મતદારોને જાગ્રુત કરશે.