એક જ દિવસમાં પતિ-પત્નીના મોતથી ભારે અરેરાટી ફેલાઈ

1313
bvn28102017-1.jpg

સિહોરના જલુનો ચોક વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવાર પર જાણે આભ ફાટ્યું હોઈ એ રીતે એક જ દિવસમાં પતિ પત્નીના મોતથી મુસ્લિમ સમાજમાં ભારે અરેરાટી સાથે ભારે શોક છવાયો છે.પ્રેમ અમર છે.પ્રેમ એ અનેક પ્રકારનો હોય છે અને જેમાં પતિ-પત્ની નાપ્રેમ ની તો વાત જ શુ કરવી.. આવો એક પતિ પત્ની નો પ્રેમ કે જીવન સાથે જીવવામાં અને અંત સમયે પણ એક બીજાના સહભાગી બન્યા છે.આવા અનેક કિસ્સાઓ સમાજ માં સામે આવ્યા છે ત્યા વધુ એક કિસ્સો સિહોર માં બનવા પામ્યો છે જેમાં સિહોર જલુના ચોક વિસ્તારમાં રહેતા ઇનુસભાઈ ઉ.૫૬ જેઓ મજૂરી કામ છૂટક ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા ઘણા સમયથી પોતે બીમાર હતા પરંતુ ગઈકાલે અચાનક અવસાન પામ્યા હતા જેઓના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો હતો ઇનુસભાઈ ના અવસાનની અંતિમવિધિ કરીને સમાજના લોકો ઘરે પોહચે એ પહેલાં જ ઇનુસભાઈના પત્ની કુલસમબેનનું તિવ્ર આઘાતના કારણે મોત નિપજતા મુસ્લિમ સમાજમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે જ્યારે અહીં ઇનુસભાઈ ના પરિવારમાં કોણ કોને છાનું રાખે હૈયાફાટ દ્રશ્યો સર્જાયા હતા અને ઘેરો શોક છવાયો હતો.